બોલિવૂડ

અંકિતા લોખંડે વિકી જૈન સાથે ડિસેમ્બરમાં મેરેજ કરશે

અંકિતા મુંબઈના બિઝનેસમેન વિકી જૈનને ડેટ કરવા લાગી. વિકી જૈન અંકિતાનો બીજાે પ્રેમ છે. વિકી મુંબઈ બેઝ્‌ડ બિઝનેસમેન છે. અંકિતા અને વિકી અવારનવાર સોશિયલ મીડિયા પર ફોટોઝ શૅર કરતા રહે છેફિલ્મ અને ટીવી એક્ટ્રેસ અંકિતા લોખંડે અને બિઝનેસ મેન વિકી જૈનની લગ્નની તારીખો જાહેર થઈ ગઈ છે. જાે કે, આ વિશે કપલે કોઈ ઓફિશિયલ જાહેરાત કરી નથી, પરંતુ ચર્ચાઈ રહ્યું છે કે, અંકિતા પોતાના બર્થડેના એક અઠવાડિયાં પહેલાં એટલે કે, ૧૨થી ૧૪ ડિસેમ્બર દરમિયાન લગ્ન કરશે. ૧૯ ડિસેમ્બરે અંકિતનો બર્થડે છે. આ વેડિંગ તેના માટે એક એડવાન્સ બર્થડે ગિફ્ટ હશે. અંકિતા તથા સુશાંત ટીવી સિરિયલ ‘પવિત્ર રિશ્તા’ના સેટ પર નિકટ આવ્યા હતા. છ વર્ષ સુધી લિવ ઇનમાં રહ્યા બાદ ૨૦૧૬માં બંનેનું બ્રેકઅપ થયું હતું. બ્રેકઅપ બાદ સુશાંતના સંબંધો રિયા ચક્રવર્તી સાથે બંધાયા હતા અને બંને લિવ ઇનમાં રહેતા હતા.

Related Posts