અંગદાન એ મહાદાન…એલ. જે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી એ ઇન્ડિયન ઓર્ગન ડોનેશન ડે ના પ્રસંગે વેબીનાર નું આયોજન કર્યું અનોખી મુહિમ
અમદાવાદ અંગદાન એ મહાદાન…એલ. જે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી એ ઇન્ડિયન ઓર્ગન ડોનેશન ડે ના પ્રસંગે વેબીનાર નું આયોજન કર્યુંભારત માં જ્યારે અંગદાન ના વિષે ચર્ચા ચાલી રહી છે ત્યારે એલ. જે. ઇન્સ્ટિટ્યુટ ઓફ ફાર્મસી તથા શતાયુ-ધ ગિફ્ટ ઑફ લાઇફ એન.જી.ઓ દ્વારા *ઇન્ડિયન ઓર્ગન ડોનેશન ડે (કે જે દર વર્ષે ૨૭મી નવેમ્બર એ માનાવામાં આવે છે)* ને અનુલક્ષી ને *આરોગ્યક્ષેત્રે અંગદાનના મહત્વને સમાજ માં સ્થાપન કરવા અને આ વિષે જાગૃતિ લાવવા ‘ડોનેટ ઓર્ગન્સ- સેવ લાઈફ’ ના વિષય પર ઓનલાઈન વેબીનારનું આયોજન* કરવામાં આવ્યું હતું. જેમાં *બી.ફાર્મ.ના ૧૦૦ થી વધારે વિધાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો*. આ અંગે વાત કરતાં શતાયુના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રીમતી ભાવનાબેન છાબરીયાએ અંગદાનની પ્રક્રિયા તથા અંગદાનના મહત્વ વિશે માહિતી આપી. તેમણે કહ્યું કે *ભારત આખા વિશ્વ માં સૌથી ઓછું ઓર્ગન ડોનેટ કરે છે. ભારત માં પ્રતિ ૧૦ લાખ લોકો માં ડોનેશન દર ૧ થી પણ ઓછો છે*. એક સર્વેક્ષણ પ્રમાણે *ભારત માં દર ૧૮ મિનિટે એક નવું નામ ઓર્ગન વેટિંગ લિસ્ટ માં જોવા મળે* છે જે બતાવે છે કે આપણાં દેશ માં આની તાતી જરૂર છે. *જનજાગૃતિ નો અભાવ, ધાર્મિક અંધશ્રદ્ધા, સામાજિક પૂર્વધારણાઓ, માનસિક ડર જેવા કારણો* ને લીધે ભારત આમાં પાછળ છે. *સ્પેન આખા વિશ્વ માં સૌથી વધુ ઓર્ગન ડોનેટ કરે છે* કે જ્યાં દરેક વ્યક્તિ ઓર્ગન ડોનર જ ગણાય છે. અત્યારે હૃદય, આંખો, કિડની, સ્વાદુપિંડ, ફેફસાં, જેવા અંગો નું દાન થાય છે. હવે તો હૅન્ડ અને સ્કીન ટ્રાન્સ્પ્લાન્ટ પણ શક્ય છે. *ભારત માં ઓર્ગન ડોનેશન નું નિયમન નેશનલ ઓર્ગન એન્ડ ટિસ્યૂ ટ્રાન્સ્પ્લાન્ટ ઓર્ગેનાઈજેશન (NOTTO) દ્વારા થાય છે*. આ પ્રસંગે એલ.જે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસીના પ્રિન્સિપાલ ડૉ. શ્રીરાજ શાહે ઓર્ગન ડોનેશન વિશે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
Recent Comments