અંગ્રેજીની મજાક ઉડાવનારા લોકોને કપિલ શર્માનો છે આ જવાબ
કપિલ શર્મા હાલના દિવસોમાં તેની ફિલ્મ ‘ઢુૈખ્તટ્ર્ઠં’ને કારણે ચર્ચામાં છે, જેમાં તેણે ડિલિવરી મેનની ભૂમિકા ભજવી છે. દક્ષિણ કોરિયામાં ૨૭માં બુસાન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મનું એશિયા પ્રીમિયર યોજાયું હતું. તેણે હવે બુસાનથી પોતાનો એક ફની વીડિયો શેર કર્યો છે, જેમાં તે તેની ફિલ્મની ડિરેક્ટર નંદિતા દાસ અને પત્ની ગિન્ની ચતરથ સાથે જાેવા મળી રહ્યા છે. વીડિયોમાં કપિલ અંગ્રેજીમાં બુસાન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ વિશે કહી રહ્યો છે અને પછી કંઈક એવું બોલે છે જેને જાેઈને ત્યાં હાજર દરેક લોકો હસી પડે છે. તેઓએ એવા લોકોને જવાબ આપ્યો છે, જેમને લાગે છે કે તેઓ અંગ્રેજી બોલી શકતા નથી. કપિલે વિડિયો દ્વારા દક્ષિણ કોરિયામાં અદ્ભુત પળોની ઝલક પણ બતાવી હતી. નંદિતા દાસની મસ્તીથી ભરપૂર સ્ટાઇલ જાેવા મળે છે. તે કહી રહી છે કે, અહીં કપિલ શર્માને કોઈ ઓળખતું નથી.
કોમેડિયને લગભગ એક કલાક પહેલા વીડિયો શેર કર્યો છે, જેના પર ૫૧ હજારથી વધુ લાઈક્સ આવી ચૂક્યા છે. કપિલના ફેન્સ કોમેન્ટ કરીને પ્રેમ વ્યક્ત કરી રહ્યા છે. કપિલે હાલમાં જ પોતાની ફિલ્મ વિશે ખુલીને વાત કરી હતી. તેણે ‘ઇીઙ્ઘૈકક.ર્ષ્ઠદ્બ’ને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું, ‘મેં મારી પત્નીને કહ્યું – જાે આ ફિલ્મ નહીં ચાલે તો હું કંઈ ગુમાવીશ નહીં, પરંતુ જાે તે સફળ થશે અને હિટ થશે તો મને તેમાંથી ઘણું બધું મળશે. લોકો કહેશે કે, કપિલે શાનદાર કામ કર્યું છે. તે મહત્વનું છે કે વધુને વધુ લોકો ફિલ્મ જુએ. અભિનેતાએ આગળ કહ્યું કે, ‘કોમેડી શો મારા બ્રેડ એન્ડ બટર છે, પરંતુ તેના કારણે મને કંઈક બીજું શોધવાની પ્રેરણા મળી છે. વિચાર્યું કે રસોડું સલામત છે. કોઈએ પૂછ્યું શું તમે ડરતા નથી? મેં કહ્યું મારે શા માટે ડરવું જાેઈએ? એ દુકાન પોતાની મેળે જ ચાલે છે. હું તેને હવે જાેડી રહ્યો છું.
Recent Comments