અંજારમાં કોરોના બેકાબુ, ૧૦૦ના ટેસ્ટિંગમાંથી ૫૦ના રિપોર્ટ પોઝિટીવ
સમગ્ર ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે ત્યારે મોટા શહેરો ઉપરાંત પવે ગ્રામ્ય વિસ્તાર અને તાલુકા સ્તરે પણ કોરોનાનો કહેર વધ્યો છે. કોરોનાનો નવો સ્ટ્રેઈન આવ્યા બાદ ઝડપથી લોકો કોરોના વાયરસની ઝપેટમાં આવી રહ્યા છે. નવો સ્ટ્રેઈન કેટલો ખતરનાક છે તે વાતનો ચિતાર તમે એ વાત પરથી મળશે કે એક જગ્યાએ ૧૦૦ ટેસ્ટિંગ કરતાં ૫૦ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. એટલે કે જેટલા ટેસ્ટ કર્યાં તેમાંથી ૫૦ ટકાને કોરોના પોઝિટિવ આવ્યો છે. આ વાત થઈ રહી છે કચ્છ જિલ્લાના અંજાર તાલુકાની. જ્યાં ૧૦૦ ટેસ્ટમાંથી ૫૦નો રિપોર્ટ પોઝિટિવ આવ્ય છે.
અંજારમાં કોરાનાનો પ્રકોપ એટલો છે કે માત્ર ૧૦ દિવસમાં જ ૭૬૪ કોરોનાના એક્ટિવ કેસ સામે આવ્યા છે. ટેસ્ટિંગ વધારી દેવામાં આવતા હવે રેપીડ ટેસ્ટની કીટ પણ ખૂટી પડી છે. કોરનાના કેસ એટલા વધી ગયા કે અંજારમાં ૨૬ બેડની સરકારી હોસ્પિટલ પણ ફૂલ થઈ ગઈ છે. જેના કારણે કોરોના પોઝિટિવ દર્દીઓને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમીં રીફર કરવાનો વારો આવ્યો છે.
Recent Comments