અંજારમાં વેપારીઓ ગાળો બોલવાની ના પાડી તો ૩ શખ્સોએ હુમલો કરી દુકાનમાં તોડફોડ કરી

અંજાર શહેરમાં રામદેવપીર મંદિર પાસે રાત્રિએ ત્રણ શખ્સોએ એક વેપારી પર જીવલેણ હુમલો કરી દુકાનમાં તોડફોડ કરતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. પોલીસે ત્રણ શખ્સો સામે હત્યાના પ્રયાસ અને એટ્રોસિટી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ મામલાની વિગત એવી છે કે, અંજાર શહેરના રામદેવપીર મંદિર પાસે પેકેજ્ડ વોટરના પ્લાન્ટમાં ફરિયાદી મંગળ વેરસી ધુઆ અને તેનો મિત્ર કામ કરી રહ્યા હતા. આ સમયે અહેમદ ઉર્ફે ઈઝુ, સદામ અને કારિયો નામના શખ્સો ગાળો બોલતા હોય સંજયે ગાળો બોલવાની ના પાડી હતી.
જેથી ઉશ્કેરાયેલા શખ્સોએ લાકડી અને છરી વડે હુમલો કરતા નાસભાગ મચી હતી. ત્રણ શખ્સોએ જાહેરમાં છરી અને લાકડી વડે આતંક મચાવતા વેપારી અને તેનો મિત્ર જીવ બચાવવા ભાગતા જાેવા મળ્યા હતા. ત્રણેય શખ્સો હુમલો કરી ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા. હુમલાની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. પોલીસે આ મામલે હત્યાનો પ્રયાસ અને એટ્રોસિટી એક્ટ સહિતની કલમ હેઠલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Recent Comments