fbpx
ગુજરાત

અંજારમાં વેપારીની પુત્રીનું અપહરણ કરી ૧૦ કરોડની ખંડણી માગનારા ૪ આરોપી ઝડપાયા

અંજારમાં યુવતીના અપહરણ કેસમાં વેપારીની ફરિયાદ બાદ તેની પૂત્રી ભુજ નજીકથી મળી આવી હતી. પોલીસે અપહરણકાર્તાઓ પર દબાણ ઉભું કરતા વેપારીની પુત્રી હેમખેમ મળી આવી હતી. આ ઘટનામાં વેપારીની પુત્રીનું અપહરણ કરનાર ૪ શખ્સો બે કાર સાથે અંજાર પોલીસના હાથે પકડાઈ ગયા હતા.

૧૫ જાન્યુઆરીએ થયેલા દિકરીના અપહરણ પહેલાં આરોપીઓએ તેની રેકી કરી હતી અને વેપારીની પુત્રી ક્યારે ટ્યૂશન જાય છે. કયા રસ્તે જાય છે. તેની વોચ ગોઠવી હતી. જાેકે, વેપારીને રૂ. ૧૦ કરોડની ખંડણી માટે ફોન આવ્યા બાદ પોલીસે ચારે બાજુ તપાસ તેજ કરતા અપહરણ કર્તાઓ વેપારીની પુત્રીને છોડી આરોપીઓ નાસી ગયા હતા.

પોલીસ તપાસ દરમિયાન કેટલાક શંકાસ્પદ નામો સામે આવતા પોલીસે પુછપરછ શરૂ કરી હતી, જેમાં હિતેશ ઉર્ફે રાજ કાતરિયા કે જે ફિલ્મ માર્કેટિંગના કામ સાથે સંકડાયેલો છે. તે રવજી ઉર્ફે રવિ ખીમજી સોરઠિયા, વિકાસ દયારામ કાતરિયા તથા હસમુખ બાબુ માળીની સંડોવણી બહાર આવતા તેની અંજાર પોલીસે ધરપકડ કરી છે. અપહરણ માટે આ લોકોએ એક મહિના પહેલાથી રેકી કરી હોવાનુ પણ તપાસમા ખૂલ્યું હતું.

Follow Me:

Related Posts