અમરેલી જિલ્લાનું લીલીયા તાલુકાનું મીની સોમનાથ તરીકે પ્રખ્યાત ધાર્મિક પર્યટન સ્થળ એવું શ્રી અંટાળેશ્વર મહાદેવ મંદિર મહા શિવરાત્રીએ શિવ મહાપુરાણ કથા ની પૂર્ણાહુતિ નિમિત્તે સમારોહના અધ્યક્ષ શ્રી કેન્દ્રીય મંત્રીશ્રી પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા શિવ મહિમા વિશે વિશેષ વર્ણન કર્યું હતું ધાર્મિક વાતાવરણ પ્રસરી ગયું હતું મંદિરના મહંત દશરથજી મહારાજ મુખ્ય મહેમાન જયંતિભાઈ બાબરીયા (જે એકલારા ગ્રુપ) ભામાશા ધનજીભાઈ રાખોલીયા (મીનાક્ષી ડાયમંડ )અને જેમાં ફ્રી નેત્ર યજ્ઞ પ્રારંભના ઉદ્ઘાટક તરીકે નારણભાઈ કાછડીયા નાયબ મુખ્ય દંડક કૌશિકભાઇ વેકરીયા લીલીયા સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા જનકભાઈ તળાવીયા વિપુલભાઈ દુધાત જીતુભાઈ ડેર નવ નિયુક્ત ભાજપ પ્રમુખ રાજેશભાઈ કાબરીયા વગેરે રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
જેમાં ફ્રી નિદાન કેમ્પ ના યજ્ઞના દાતા જયંતીભાઈ બાબરીયા અને ધનજીભાઈ રાખોલીયા દર મહિનાના પ્રથમ રવિવારે કેમ અંટાળેશ્વર મંદિર પરિસરમાં રાખવામાં આવશે તેમજ મંદિરના ટ્રસ્ટ પ્રમુખ નાનુભાઈ વેકરીયા દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. મંત્રી વિઠ્ઠલભાઈ માંડલિયા ઉપપ્રમુખ ભુપતભાઈ કનાળા ઉદ્યોગપતિ સુરેશભાઈ રૂપારેલીયા કાનજીભાઈ અટાળા છગનભાઈ મુલાણી હિંમતભાઈ રામાણી હિંમતભાઈ કાવાણી તેમજ સેવા કમિટી અને સેવકગણ સ્વ ભાયબાપા લાંભિયા પરિવાર દ્વારા રૂપાલા સાહેબને શિવ મહાપુરાણ ગ્રંથ ભેટ થી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ સૌ મહેમાનોનું મોમેન્ટ સાદર પુષ્પગુસથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
શાસ્ત્રી દીપેશ દાદા દ્વારા મધુર વાણીથી સૌને રસપાન કરાવ્યું હતું બરફની શિવલિંગ લોકોને આકર્ષિત કર્યા હતા તેમજ ભાવિ ભક્તોની ભીડ જામી હતી અને સર્વોએ ભાંગ તેમજ મહાપ્રસાદનો લાભ લીધો હતો આભાર વિધિ ભુપતભાઈ કનાળાએ કરી હતી સમગ્ર કાર્યક્રમ સફળ કરવા બદલ વિઠ્ઠલભાઈ માંદળીયા સર્વ ધર્મ પ્રેમી જનતાનો ખુબ ખુબ આભાર માન્યો હતો
Recent Comments