અમરેલી

અંટાળેશ્‍વર મહાદેવ મંદિર ખાતે અન્‍નકુટ મહોત્‍સવ યોજાયો

લીલીયા તાલુકાના   અંટાળીયા નજીક આવેલ સુપ્રસિઘ્‍ધ અંટાળેશ્‍વર મહાદેવના સાનિઘ્‍યમાં શ્રી અંટાળેશ્‍વર મહાદેવ તથા શ્રી રામજી મંદિર ટ્રસ્‍ટ દ્વારા દિવ્‍ય અન્‍નકુટ મહોત્‍સવ અને સાંસ્‍કૃતિક હોલ, કંપાઉન્‍ડ વોલ તથા ભોજનાલય લોકાર્પણ સમારોહ યોજાઈ ગયો હતો. આ તકે મુખ્‍ય મહેમાન તરીકે શૈલેષભાઈ લુખી, જયંતીભાઈ બાબરીયા, રાકેશભાઈ દુધાત, અરજણભાઈ    ધોળકીયા, ધનજીભાઈ રાખોલીયા, મનહરભાઈ સારપરા, હિંમતભાઈ ધોળકીયા, સંજયભાઈ રૂપારેલીયા સહિત રાજકીય અગ્રણી દિલીપભાઈ સંઘાણી, નારણભાઈ કાછડીયા, પ્રતાપ દુધાત, વિપુલભાઈ દુધાત, પ્રફુલ્‍લ પાનસુરીયા, જનકભાઈ તળાવીયા સહિત આમંત્રીત મહેમાન મનુભાઈ કાકડીયા, રમેશભાઈ પોલરા, રમેશભાઈ ડોબરીયા, જયંતીભાઈ નારોલા, દાસભાઈ, નિર્મળભાઈ ખુમાણ, વી.ડી. ઝાલાવડીયા, કનુભાઈ માવાણી, ભુપતભાઈલાઠીયા, માણેકભાઈ લાઠીયા સહિતના મહાનુભાવો, દાતાઓ ઉપસ્‍થિત રહેલ. આ તકે અંટાળેશ્‍વર મહાદેવ ટ્રસ્‍ટના પ્રમુખ નાનુભાઈ વેકરીયા, ઉપપ્રમુખ ભુપતભાઈ કનાળા, મંત્રી વિઠ્ઠલભાઈ માંદળીયા સહિતના ટ્રસ્‍ટીઓ દ્વારા શાલ, મોમેન્‍ટ અને પુષ્‍પગુચ્‍છથી સન્‍માનીત કરવામાં આવેલ. આ તકે સાંસદ નારણભાઈ કાછડીયાએ મંદિર વિકાસ કામ માટે રૂા. રપ લાખની ગ્રાન્‍ટની જાહેરાત કરી હતી. જયારે ધારાસભ્‍ય પ્રતાપ દુધાતે રૂા. 10 લાખની ગ્રાન્‍ટની જાહેરાત કરી હતી. ઉપસ્‍થિત મહાનુભાવો દ્વારા સાંસ્‍કૃતિક હોલ, કંપાઉન્‍ડ વોલ તથા ભોજનાલયનું લોકાર્પણ કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા ટ્રસ્‍ટ પ્રમુખ નાનુભાઈ વેકરીયાના માર્ગદર્શન તળે ભુપતભાઈ કનાળા, વિઠ્ઠલભાઈ માંદળીયા સહિતના ટ્રસ્‍ટીઓએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન ભરતભાઈ બાવીશી, કાનજીભાઈ અંટાળીયા, સહમંત્રીએ કર્યું હતું.

Related Posts