અંડર-૧૯ ભાઈઓ અને બહેનો માટે જિલ્લામાં વિવિધ રમતગમત સ્પર્ધાઓ યોજાશે
વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં દોરડા કૂદ, સાતોલીયુ, લંગડી, સંગીત ખુરશી, માટીની કુસ્તી, કલરીપટ્ટુ, શતરંજ, આંબલી-પીપળી, મગદળ, લેજીમ, મલખમ જેવી પરંપરાગત રમતો રમવામાં આવે છે. આ રમતો વિસરાઈ ન જાય અને બાળકોમાં આ રમત તરફ અનુસરે તેવા અભિગમ સાથે પરંપરાગત રમતો રમતા થાય તે માટે જિલ્લામાં ૧) દોરડાકુદ ૨) સાતોલીયુ ૩) લંગડી ૪) માટીની કુસ્તી ૫) કલરીપટ્ટુ રમતોનું આયોજન થશે. અંડર-૧૯ ભાઈઓ અને બહેનો માટે હાથ ધરવામાં આવનાર આ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે ખેલાડીઓએ વ્યક્તિગત અને ટીમ ઇવેન્ટની એન્ટ્રી શાળાના લેટર હેડમાં આચાર્યની સહી સિક્કા સાથે કરવાની રહેશે.
આ અરજીમાં નામ, ધોરણ, જી.આર.નંબર, જાતિ, જન્મ તારીખ, મોબાઈલ નંબર વગેરે દર્શાવી જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી, જિલ્લા રમત વિકાસ કચેરી, અમરેલી ખાતે મોડામાં મોડું તા.૧૭.૦૧.૨૦૨૪ સુધીમાં મોકલી આપવા. કાર્યક્રમના સ્થળ અને તારીખ વિશેની જાણ આગામી સમયમાં કરવામાં આવશે. વધુ વિગત માટે જિલ્લા રમતગમત અધિકારીશ્રી, જિલ્લા રમતગમત કચેરી, ચિતલ રોડ, સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, અમરેલી ટેલિફોન નંબર (૦૨૭૯૨) ૨૨૧૯૬૧ પર સંપર્ક કરવા, અમરેલી જિલ્લા રમત ગમત અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યુ છે.
Recent Comments