ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવામાં આવેલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ગુજકેટ પરીક્ષા માં રાળગોન (તા.તળાજા)ગામ ની જ્ઞાનમંજરી સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કરેલ છે .જેમાં કરમદીયા ગામ ના ધર્મેશ ભુપતભાઈ ઠુંમરે 99.88 pr (112.5 /120 ગુણ) સાથે ફિઝિક્સ વિષયમાં 40 માંથી 40 ગુણ મેળવીને સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આ સાથે મોણપર ગામના વિશાલ દિનેશભાઈ રાઠોડે 99.18 PR (103.5 /120 ગુણ) પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધારેલ છે .અંતરિયાળ ગામ ના વિદ્યાર્થીઓએ ટાંચા સાધનો વચ્ચે પણ પરિવાર અને શાળાને આ રીતે ગૌરવ અપાવેલ છે. ગ્રામીણ વિસ્તારની શાળાના બાળકોની આ સિદ્ધિથી સૌ વિદ્યાર્થીઓને પણ પ્રેરણા અને પ્રોત્સાહન પૂરુ પાડેલ છે.
અંતરિયાળ ગામડાના બાળકની અનેરી સિદ્ધિ

Recent Comments