fbpx
અમરેલી

અંતે રાજ્ય સરકાર જાગી / રાજ્યના 20 શહેરોમાં રાત્રે 8 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ

— રાત્રીના ૮ થી સવારે ૬ વાગ્યા સુધી ક્યૂની ચૂસ્ત અમલવારી કરવામાં આવશે

– લગ્નમાં પણ હવે ૨૦૦ ના બદલે ૧૦૦ લોકો જ હાજર રહી શકશે

— ૩૦ મી એપ્રિલ સુધી જાહેર કાર્યક્રમો પર રોક લગાવવામાં આવી

ગાંધીનગર , તા .૬

હાઈકોર્ટની ફટકાર બાદ આખરે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને રાત્રે મળેલી હાઈપાવર કમિટીની બેઠકમાં રાજ્યમાં ૨૦ શહેરમાં રાત્રી કફર્યુની જાહેરાત કરવામાં આવી આ શહેરમાં રાત્રે રાત્રે ૮ થી લઈ સવારે ૬ વાગ્યા સુધી કફર્યુ અમલમાં રહેશે . તેમજ જાહેર કાર્યક્રમો પર પણ આગામી ૩૦ મી એપ્રિલ સુધી રોક લગાવવામાં આવી છે . જેમ કે સવારથી રાજ્યમાં લોકડાઉન લગાવવામાં આવશે તે અંગે હાલ સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો છે . રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ કોરોનાની રક્તાર વધી હતી અને તે જોતાં આગામી દિવસોમાં સ્થિતિ વિકરાળ બનવાની દહેશત ફેલાઈ હતી . આ મુદ્દે હાઈકોર્ટે રાજ્ય સરકારને ફટકાર લવાગી હતી અને ત્રણ કે ચાર દિવસનું લોકડાઉન લાદવાનો નિર્દેશ કર્યો હતો . જેને લઈ સવારથી લોકડાઉનને લઈ અનેક ચર્ચાઓ ચાલી હતી . જો કે આજે સાંજે ગાંધીનગર ખાતે મળેલી હાઈ લેવલ મિટીંગમાં સરકાર દ્વારા કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે . જેમાં જે શહેરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તેવા ૪ મહાનગર પાલિકાની બદલે ૮ મહાનગરપાલિકાઓ સહિત ૨૦ શહેરોમાં રાત્રી કફયૂ લગાવવાની જાહેરાત કરવામાં આવી છે . સાથે સાથે અત્યાર સુધી જે લગ્ન માટે ૨૦૦ વ્યક્તિોની મંજુરી આપવામાં આવતી હતી તે હવેથી ૧૦૦ વ્યક્તિની કરી દેવામાં આવી છે . રાત્રી કફર્યુના સમયમાં પણ વધારો કરી હવે રાત્રે ૮ વાગ્યાથી લઈ સવારે ૬ વાગ્યા સુધીનો કરી દેવામાં આવ્યો છે . આ શહેરોમાં રાત્રી કફર્યુ રહેશે

અમદાવાદ
સુરત
રાજકોટ
વડોદરા
ગાંધીનગર
મહેસાણા
જામનગર
ભાવનગર
જૂનાગઢ
આણંદ
નડિયાદ
મોરબી
પાટણ
ગોધરા
દાહોદ
ભૂજ
ગાંધીધામ
ભરૂચ
સુરેન્દ્રનગર
અમરેલી

લગ્નમાં 100 લોકોને મંજૂરી
30 એપ્રિલ સુધી મોટા કાર્યક્રમો સ્થગિત
સરકારી ઓફિસો શનિ, રવિ બંધ
રાજકીય,સામાજિક કાર્યક્રમો, મેળાવડા પર પ્રતિબંધ

Follow Me:

Related Posts