fbpx
ભાવનગર

અંધ ઉદ્યોગ શાળા માટે ફંડ એકત્રિત કરવાની ઉત્તમ કામગીરી બદલ ગણેશ શાળા – ટીમાણાનું સન્માન

રાષ્ટ્રીય ફ્લેગ ડે નિમિત્તે અંધ ઉદ્યોગ શાળા – ભાવનગર માટે બાળકોના તથા શાળાના શિક્ષકોશ્રીઓના ઉત્તમ પ્રયાસોના પરિણામ રૂપે શ્રેષ્ઠ ફંડ અંકે રૂપિયા 1,05,000 એકત્ર કરવામાં આવ્યું હતું. જેમાં ટીમાણા તથા આજુબાજુના વિવિધ ગામના બાળકોએ અંધ બાળકો માટે લાગણીસભર રીતે પોતાના ગામમાં ઘેર ઘેર જઈને ફંડ એકત્ર કર્યું હતું.  બાળકોમાં નૈતિક મૂલ્યો વિકસાવવા માટે શાળા દ્વારા ઉત્તમ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ ઉત્તમ કાર્યના પરિણામ રૂમે 2023માં શ્રેષ્ઠ ફંડ એકત્ર કરવા બદલ અંધ ઉદ્યોગ શાળા – ભાવનગર દ્વારા ગણેશ શાળા – ટીમાણાનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના શિક્ષકશ્રી મહાશંકરભાઈ લાધવા ઊપસ્થિત રહ્યા હતા તથા ગણેશ શાળા – ટીમાણા વતી આ સન્માન ભાવનગરના સાંસદશ્રી નીમુબેન બાંભણિયાના વરદ હસ્તે સ્વીકાર્યું હતું. ગણેશ શાળા – ટીમાણા પરિવાર આ સન્માન આવા પુણ્યના કામમાં સહભાગીદાર થનાર તમામ બાળકો તથા વિવિધ ગામમાંથી ફંડ આપનાર પરિવાર જનોને અર્પણ કરે છે. એટલું જ નહિ આવા ઉત્તમ કાર્યો કરીને સમાજને ઉપયોગી બનાવવાની ભાવનાવાળા સમાજનું નિર્માણ પણ આ શાળા કરતી રહેશે.

Follow Me:

Related Posts