અંબાજીમાં મોહનથાળ અને ચીકી બન્ને પ્રસાદ વહેંચાશે ; સરકારનો ર્નિણય
અંબાજી મંદિરમાં પરંપરાગત મોહનથાળનો પ્રસાદ બંધ કરવાના વિવાદાસ્પદ ર્નિણય સામે રાજ્યભરમાંથી ભક્તો, સંતો અને વિવિધ સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલા ઉગ્ર વિરોધના પગલે આખરે રાજ્ય સરકારને ફરી પ્રસાદમાં મોહનથાળ ચાલુ રાખવાનો ર્નિણય લેવો પડ્યો છે. જાેકે, મોહનથાળની સાથે ચીકીનો પ્રસાદ પણ ચાલું રાખવામાં આવશે. મંગળવારે અંબાજી ટેમ્પલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, મંદિરના ભટ્ટજી, પૂજારી અને મંત્રીઓની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યોજેલી બેઠકમાં આ ર્નિણય લેવામાં આવ્યો હતો.
Recent Comments