અંબાજી ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આવાસોનાં ઇ- લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અંબાજી ખાતેથી અંદાજિત રૂ. ૬૯૦૦ કરોડના ખર્ચે વિવિધ વિકાસ કાર્યોનું ઇ -લોકાર્પણ અને ઇ – ખાતમુહૂર્ત કર્યું હતું. જેના ઉપલક્ષ્યમાં ભાવનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અંતર્ગત માનની વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી દ્વારા જીવંત પ્રસારણ કાર્યક્રમ અન્વયે ૨,૫૪૮ ઇડબલ્યુએસ-૧ આવાસ યોજના ટી. પી. સ્કીમ નં. ૪૬ નાં કુલ ૨૫૨ આવાસોનું ઈ-લોકાર્પણ તથા લાભાર્થીઓને આગેવાનીમાં વ્યક્તિગત આવાસોનું બાંધકામ પૂર્ણ કરાયેલ કુલ ૨૮ લાભાર્થીઓનું ઈ-ગૃહ પ્રવેશ કાર્યક્રમ ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ સરદારનગર, ભાવનગર ખાતે યોજાયો હતો.
અંબાજીથી જીવંત પ્રસારણથી જોડાઈને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં કેન્દ્રો અને રાજ્ય સરકારની ડબલ એન્જિન સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અને શહેરી અંતર્ગત ઇ-લોકાર્પણ તથા ઇ-ખાતમુર્હુતનો કાર્યક્રમ યોજાયો હતો.
આ તકે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય સુશ્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું કે, ભારતના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સફળ નેતૃત્વની હેઠળની રાજ્ય સરકારે છેવાડાના માનવી સુધી સુખ-સુવિધા પહોંચાડવાની વિચારધારા ઉપર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કામ કરી રહી છે. ડબલ એન્જિનની સરકાર ગરીબ અને છેવાડાના લોકોની ચિંતા કરતી સરકાર છે. સરકાર દ્વારા માત્ર સ્વપ્ન બતાવવામાં નથી આવતું પરંતુ કામ પૂરું પણ કરવામાં આવે છે
વધુમાં જણાવ્યું હતું કે, દેશનો કોઈપણ નાગરિક ઘર વિહોણો ન રહે તેની ચિંતા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરી છે. આજે એનું જ પરિણામ આપ સૌની સામે છે કે, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મધ્યમ વર્ગીય પરિવારોના “ધરનું ઘર” નું સ્વપ્નાઓ સાકાર થઈ રહ્યાં છે.
પહેલા ભાડાના મકાનમાં રહેવું પડતું પરંતુ હવે ઘરનું મકાન થતાં લોકોને છત મળશે સરકાર દ્વારા દરેક વર્ગના ઉત્કર્ષ માટેની કામ કરતી સરકાર છે. નવા બનેલા આવાસો ખૂબ જ સુવિધાયુક્ત છે હવે તેની જાળવણી કરવાનું કામ લોકો ઉપર છે. આવાસ યોજનાનાં લાભાર્થીઓને અંતમાં તેમણે શુભેચ્છાઓ પણ પાઠવી હતી.
આ ઇ- લોકાર્પણ કાર્યક્રમમાં કમિશનરશ્રી એન.વી. ઉપાધ્યાય, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી ધીરુભાઈ ધામેલીયા, ડેપ્યુટી મેયરશ્રી કુણાલકુમાર શાહ સહિતના આગેવાનો તથા કોર્પોરેટરશ્રીઓ/ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
Recent Comments