ગુજરાત

અંબાજી મંદિરમાં ૭.૪૪ લાખ રુપિયાની સોનાની ત્રણ, ચાંદીની પાંચ લગડીઓ અર્પણ કરાઈ

અંબાજી મંદિરને ભક્તો દ્વારા સોના અને ચાંદીની ભેટ અવારનવાર અર્પણ કરવામાં આવતી હોય છે. હાલ નવરાત્રીના તહેવાર દરમિયાન ભક્તો દ્વારા સોના અને ચાંદીની ભેટ ધરતા હોય છે. મહિલા ભક્તે સોના અને ચાંદીની લગડીઓની ભેટ ધરી છે. જેમાં સોનાની ત્રણ લગડી ૧૧૧ વજન ધરાવતી ભેટ ધરવામાં આવી હતી. ચાંદીની પાંચ લગડીઓ ૧૧૧૧ ગ્રામ વજન ધરાવતી અંબાજી મંદિરને ભેટ ધરવામાં આવી છે. આમ અંબાજી મંદિરને ભક્ત દ્વારા સોના ચાંદીની ભેટ ધરવામાં આવી છે. પાર્વતીબેન પંચાલ દ્વારા સોનાનુ દાન કરવામાં આવ્યુ હતુ. મીનાક્ષી વરવાળાના માઈ ભક્ત દ્વારા ૩ લગડી સોનાની દાનમાં આપવામાં આવી હતી. જ્યારે ચાંદીની પાંચ લગડીઓ ભેટ ધરવામાં આવી હતી. આમ અંદાજે ૭.૪૪ લાખ રુપિયાની ભેટ મંદિર ટ્રસ્ટને દાન સ્વરુપ મળી હતી. હાલમાં નવરાત્રીને લઈ ભક્તોની ભીડ અંબાજી મંદિરે ખૂબ જ ઉમટતી હોય છે. માં જગદંબાના તહેવારને લઈ ભક્તોની ભીડ દર્શન કરી આશિર્વાદ મેળવી ધન્યતા અનુભવતી હોય છે.

Related Posts