આજે શરદપૂર્ણિમાંના પાવન દિવસે માઁ જગતજનની અંબાના ધામે હજારોની સંખ્યામાં માઇ ભક્તો માઁ અંબાના દર્શન માટે ઉમટ્યા હતા. તો રાત્રે અંબાજી મંદિરના ચાચર ચોકમાં મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાઆરતીના આયોજનમાં ગુજરાત રાજ્યના ગ્રહ મંત્રી હર્ષ સંઘવી અને બનાસ ડેરીના ચેરમેન શકર ચૌધરી અને બનાસકાંઠાના સાંસદ પરબત પટેલ અને ગુજરાત શિક્ષણ મંત્રી કિર્તીસિંહ વાઘેલા સાથે અનેકો મંત્રી અને નેતાઓ મહા આરતીમાં જાેડાયા હતા. ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી માઁ અંબાના ધામે આવી પહોંચ્યા હતા. અંબાજી આવી પહોંચી ગૃહ મંત્રી માતાજીના નિજ મંદિરના ગર્ભગ્રહ માતાજીની વિશેષ પૂજા અર્ચના કરી હતી. તો માઁ અંબાના ચરણોમાં શિશ નમાવી આશીર્વાદ મેળવ્યો હતો. ગુજરાતના ગૃહ મંત્રી સાથે બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી પણ માતાજીનો આશીર્વાદ મેળવ્યો હતો.
તો માઁ જગતજનની અંબાથી લોકોના સ્વાસ્થ્ય અને સુખકારી જીવન માટે કામના કરી હતી. માતાજીના દર્શન કર્યા બાદ મંદિર ના ચાચર ચોકમાં મહાઆરતીમાં જાેડાઈ માતાજીની આરતી કરી હતી. માતાજીના ચાચર ચોકમાં ૩૦ હજાર દીવડાઓ સાથે હજારોની સંખ્યામાં માઇભક્તો હાથમાં દીવડાઓ લઈ માતાજીની મહાઆરતી કરી હતી. માઁ અંબાના ચાચર ચોકમાં મહાઆરતીના આયોજનથી ભક્તિમય માહૌલ સાથે અધભુત અને અલોકીક નજરો સર્જાયો હતો. શરદ પૂનમના પાવન પર્વ નિમિત્તે યાત્રાધામ અંબાજીમાં ન ભૂતો ન ભવિષ્યતિ માઁ અંબાની દિવ્ય અને ભવ્ય મહાઆરતી યોજાઈ હતી. જેમાં ત્રીસ હજાર કરતાં વધુ શ્રધ્ધાળુ માઇભક્તોએ માઁ અંબાની સામુહિક મહાઆરતીનો લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી.
મહાઆરતીના ઐતિહાસિક પર્વ નિમિત્તે શરદોત્સવ દીપોત્સવ બન્યો હોય એવો અદભુત નજારો ચાચર ચોકમાં જાેવા મળ્યો હતો. માં અંબાનો ચાચર ચોક એક સાથે ત્રીસ હજાર જેટલા દિવડાઓના ઝગમગાટથી દૈદીપ્યમાન થઈ ઉઠયો હતો. સમગ્ર અંબાજી પરિસરમાં ધર્મમય માહોલ પથરાયો હતો. જેમાં માઇભક્તો માઁ અંબાની મહાઆરતીમાં તલ્લીન બન્યા હતા અને ચાચર ચોકમાં ગરબા ઘુમવાનો આનંદ માણ્યો હતો. શ્રધ્ધાળુ ભાવિક ભક્તોએ માઁ અંબાને ફૂલડાંથી વધાવી ધન્યતાની અનુભૂતિ કરી હતી.


















Recent Comments