અંબાણી પરીવારે પ્રિ-વેડિંગ સેરેમની પૂર્ણ થયા બાદ દ્વારકાધીશ મંદિરમાં દર્શન કર્યા
અનંત અંબાણી અને રાધિકાની પ્રિ-વેડિંગ સેરેમની પૂર્ણ થયા બાદ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ પોતાના પરિવાર સાથે દ્વારકાધીશ મંદિરમાં દર્શન કર્યા. મુકેશ અંબાણીના માતા કોકીલાબેને તેમજ અંબાણી પરિવારના થનાર પુત્રવધુ રાધિકા મર્ચન્ટના માતા-પિતા પણ ઉપસ્થિત રહ્યા હતા. શારદાપીઠમાં ધ્વજપૂજન બાદ મંદિરમાં ૫૬ ભોગ મનોરથ યોજાયો. અંબાણી પરિવારે મંદિરમાં દર્શન અને દ્વારકાધિશની આરતી કરવાનો પણ લ્હાવો લીધો હતો. દ્વારકાધિશના દર્શન બાદ ધન્યતા અનુભવતા મુકેશ અંબાણીએ કહ્યું કે અનંત-રાધિકાના પ્રિ-વેડિંગ સેરેમનીથી જામનગર ઈન્ટરનેશનલ મેપ પર આવી ગયું છે અને આ દ્વારકાધીશની કૃપા વગર આ શક્ય નથી. આ તકે મુકેશ અંબાણીએ જામનગરની જનતાનો પણ આભાર વ્યક્ત કર્યો.
Recent Comments