fbpx
ગુજરાત

અંબાલાલ પટેલે ફેબ્રુઆરી મહિનામાં ફરી કમોસમી વરસાદની આગાહી કરી

પ્રથમ બે અઠવાડિયામાં ગુજરાતમાં સવારે અને સાંજે હિમયુક્ત ઠંડી અનુભવાશે અંબાલાલ પટેલે ફેબ્રુઆરી મહિનામાં ફરી કમોસમી વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલે કહ્યું કે, ફેબ્રુઆરીની શરૂઆતમાં બુધ અને શુક્ર ગ્રહ પૃથ્વી તત્વની રાશિઓમાં આવતા ફેબ્રુઆરી માસથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમ વર્ષાની શક્યતા છે. આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવવાને કારણે ઉત્તરીય પ્રદેશ પર્વતીય વિસ્તારોમાં ભારે હિમ વર્ષા ન થતા સંતુલિત હવામાન ન રહ્યું. તેથી ફેબ્રુઆરીના પ્રથમ બે અઠવાડિયામાં ગુજરાતમાં સવારે અને સાંજે હિમયુક્ત ઠંડી અનુભવાશે.

કેટલાક ભાગોમાં ન્યુન્તમ તાપમાન ૧૦ ડિગ્રીથી નીચું જવાની શક્યતા છે. આ દિવસોમાં હિમવર્ષાની પણ શક્યતા છે. આ સમયે ખેડૂતોએ પીયત આપવું હિતાવહ તેવું અંબાલાલ પટેલે ખેડૂતોને સલાહ આપી. આ દિવસોમાં કરા સાથે વરસાદ આવી શકે છે. ખાસ કરીને ગુજરાતના રાજસ્થાનથી જાેડાયેલા સરહદી વિસ્તારોમાં છાંટા આવી શકે છે. આ દિવસોમાં ફરી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે, અને રાજ્યમાં ફરી બેવડી ઋતુ અનુભવાશે. તો સાથે જ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં વરસાદ આવવાની શક્યતા છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રાજસ્થાનમાં સૌથી વધુ જાેવા મળશે. જેમાં કેટલાક ભાગોમાં ગાજવીજ અને કરા સાથે વરસાદ આવી શકે છે. અંબાલાલ પટેલની આગાહીથી સાવધાન રહેવું જરૂરી છે. કારણ કે, પશ્ચિમી વિક્ષેપની અસર તળે રાજ્યમાં ૭ મી પછી ગાત્રો થીજવતી ઠંડી પડશે. આ વર્ષે શિયાળો હૂંફાળો રહ્યો. પરંતું હવે ફેબ્રુઆરી મહિનામાં હવામાન સંતુલિત થતુ જઈ રહ્યું છે. જેથી ૭ ફેબ્રુઆરી સુધી દેશના અનેક ભાગોમાં પશ્ચિમી વિક્ષેપની અસર જાેવા મળશે. આ દિવસોમાં કાતિલ ઠંડી અનુભવાશે. ખાસ કરીને સવારના અને સાંજ પછીના સમયે ગાત્રો થીજવી દે તેવી ઠંડીનો અહેસાસ થશે તેવુ અંબાલાલ પટેલે જણાવ્યું. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી એવી છે કે, ૧૦થી ૧૫ ફેબ્રુઆરીમાં ફરી વાદળવાયું આવવાની શક્યતાઓ રહેલી છે. આ સાથે ૭મી ફેબ્રુઆરીથી ઠંડીની શરુઆત થવાની આગાહી પણ તેઓ કરી રહ્યા છે. જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન ૧૨ ડિગ્રીથી નીચું જવાની શક્યતાઓ છે.

Follow Me:

Related Posts