ભરૂચના અંકલેશ્વરમાં જીઆઈડીસી અંદર આવેલ ગ્લિન્ડા કેમિકલમાં આગ લાગવાની ઘટના બની હતી. આગ એટલી વિકરાળ અને ભીષણ હતી કે બાજુમાં આવેલા એકમમાં પણ પ્રસરી હતી. અંકલેશ્વર ઔધોગિક વસાહતમાં અનેકવાર આગના બનાવો બને છે. ત્યારે ફરી એકવાર આગનો વધુ એક બનાવ સામે આવ્યો હતો.
ગ્લિન્ડા કેમિકલ કંપનીમાં લાગેલી આગ એટલે ભયંકર હતી કે ધુમાડાના કાળા ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા. જેના કારણે દોડધામ મચી જવા પામી હતી. બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વરના ફાયર ફાઇટરો ઘટના સ્થળે તાત્કાલિક દોડી ગયા હતા અને કલાકોની ભારે મહેનત બાદ આગ પર કાબૂમાં મેળવી લેવામાં આવ્યો હતો. આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધી આ ઘટનામાં કોઈ જાનહાનિ ના સમાચાર નથી.
અંકલેશ્વરમાં ઔધોગિક વસાહતમાં આવેલ ગ્લિન્ડા કેમિકલમાં આગની બનાવ

Recent Comments