અકસ્માતના ભોગ બનેલ સરાયણીયા પરિવાર પ્રત્યે અમરેલી જિલ્લા ભાજપની સંવેદના મૃત્યુ પરિવારને સહાય–ઘાયલોને સારવાર માટે રજૂઆત
સાવરકુંડલા પાસેના અકસ્માતમાં ભોગ બનેલ પરિવાર પ્રત્યે અમરેલી જિલ્લા ભાજપ પરિવારે સંવેદના વ્યકત કરવા સાથે મૃતક પરિવાર ને સહાય અને ઘાયલોને સારી સારવારની રજુઆત અંતર્ગત રાજય સરકાર દ્રારા મૃતક દરેક પરિવારને ૪.૦૦ લાખની સહાય અને ઈજાગ્રસ્તોને ત્વરીત સારવારની વ્યવસ્થા માટે સૂચના આપી હતી.
અકસ્માતની જાણ થતા જ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા અને અન્ય પદાધિકારીઓ સાથેની ટીમ સારવાર વ્યવસ્થામાં મદદરૂપ બનવા હોસ્પિટલે પહોચી હતી જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ રેખાબેન જલ્પેશભાઈ મોવલીયા, જિલ્લા ભાજપ મહામંત્રી રાજેશભાઈ કાબરીયા, અમરેલી નગરપાલીકા પ્રમુખ પ્રતિનિધિ ચંદુભાઈ રામાણી, કારોબારી ચેરમેન સુરેશભાઈ શેખવા, કાર્યાલય મંત્રી મહેન્દ્રભાઈ સહિતના આગેવાન કાર્યકરો હાજર રહયા હતા.
Recent Comments