અભિનેતા અક્ષયકુમારે આજે તેના પ્રશંસકોને સરપ્રાઇઝ આપી હતી. તેણે ઇન્સ્ટાગ્રામ પર પોતાનાં નવાં પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. આ કોઈ ફિલ્મ નથી, પણ મ્યુઝીક વીડિયો છે. આ મ્યુઝીક વિડિયો માટે તેણે બી પ્રાક સાથે હાથ મિલાવ્યા છે. અક્ષયનાં આગામી મ્યુઝીક વીડિયોનું ટાઇટલ ‘ક્યા લોગે તુમ’ છે. આ મ્યુઝીક વીડિયોમાં તે અભિનેત્રી અમાયરા દસ્તુર સાથે સ્ક્રીન શેર કરશે. તેણે આ વીડિયોનું ફર્સ્ટ લુક પોસ્ટર પણ શેર કર્યું હતું. પોસ્ટર શેર કરતા અક્ષયે લખ્યું હતું, “એક ઔર શાનદાર ગીત ક્યા લોગે તુમ સાથે ફિલહાલ અને ફિલહાલ ટુ ગીતની ટીમે ફરી એક વાર શાનદાર વાપસી કરી છે. આ ગીત તમને ઇમોશનલ કરી દેશે અને તમે તમારા આંસુ નહીં રોકી શકો. ગીત ૧૫મેનાં રોજ સાંજે ૬ વાગે રિલીઝ થશે. આ ગીત દેસી મેલોડીની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર રિલીઝ કરવામાં આવશે.” આ ઇમોશનલ ગીતનાં લિરિક્સ જાનીએ લખ્યા છે અને બી પ્રાકે સ્વર આપ્યો છે. અરવિંદ ખેરાએ વીડિયો ડાયરેક્ટ કર્યો છે. આ જાહેરાથી અક્કીના ફેન્સ ખૂબ ખુશ થઈ ગયા હતા. એક પ્રશંસકે લખ્યું, “બેસબ્રી સે ઇન્તઝાર હૈ મિસ્ટર ખિલાડી.” એક અન્ય યુઝરે લખ્યું, “અક્કી સર ઇઝ બેક.” અક્ષયકુમાર બોલીવુડનાં જૂજ કલાકારોમાંનો એક છે જે એક વર્ષમાં બહુ ફિલ્મો કરે છે.
તેની છેલ્લી કેટલીક ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ ગઈ છે, છતાં તેની લોકપ્રિયતા ઘટી નથી. અક્કીએ હવે ૧૯૮૯માં બનેલી માઇનિંગ ઓપરેશનની ઘટના પર આધારિત ફિલ્મ કરી છે. લાંબા સમયથી આ ફિલ્મનું નામ કેપ્સ્યુલ ગિલ હોવાનું જણાવાયું છે પણ લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે મેકર્સે ફિલ્મનું નામ ‘ધ ગ્રેટ ઇન્ડિયન રેસ્ક્યુ’ રાખ્યું છે. તેમનાં કહેવા પ્રમાણે આ નામ ફિલ્મનાં પ્લોટ સાથે બંધ બેસે છે. આ ફિલ્મ દિલધડક રેસ્ક્યુ મિશન પર આધારિત છે. ‘ધ ગ્રેટ ઇન્ડિયન રેસ્ક્યુ’ આ વર્ષે સિનેમાઘરોમાં રિલીઝ થશે. ટ્રેડ સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે ‘સેલ્ફી’ બાદ અક્ષયની આ આગામી ફિલ્મ હોઈ શકે છે. જાે કે, સુરારાય પોટ્ટુની રિમેક ૧ સપ્ટેમ્બરનાં રોજ રિલીઝ થવાની હોવાથી કઈ ફિલ્મ પહેલાં થિયેટરોમાં આવશે તે જાેવું રહ્યું. ધ ગ્રેટ ઇન્ડિયન રેસ્ક્યુ’ ભૂતપુર્વ એડિશનલ ચીફ માઇનિંગ એન્જિનિયર સ્વર્ગસ્થ જસવંતસિંઘ ગિલ પર આધારિત છે, જેમણે ૧૯૮૯માં પશ્ચિમ બંગાળમાં રાણીગંજમાં પૂરગ્રસ્ત કોલ માઇનમાં ફસાયેલા ૬૫ લોકોનાં જીવ બચાવ્યા હતા. આ ફિલ્મનું શૂટિંગ ગયા વર્ષે યોર્કશાયરમાં થયું હતું. આ ફિલ્મમાં અક્ષયનો પાઘડી પહેરેલો લુક ફેન્સને ખૂબ ગમ્યો હતો. ટીનુ સુરેશ દેસાઇ દિગ્દર્શિત આ ફિલ્મમાં પરિણીતી ચોપડા હીરોઇન છે. અક્ષય કુમાર આ અગાઉ ટીન દેસાઇની કોર્ટરૂમ ડ્રામ રૂસ્તમ (૨૦૧૬)માં કામ કરી ચૂક્યો છે.
Recent Comments