બોલિવૂડ

અક્ષય અને ફરદીન ૧૬ વર્ષ બાદ કોમેડી ફિલ્મમાં સાથે કામ કરશે

ફરદીન ખાને ૨૦૧૦ના વર્ષ બાદ કોઈ ફિલ્મ કરી નથી. ફરદીને ૧૩ વર્ષે કમબેક કરતાની સાથે જ ત્રણ પ્રોજેક્ટ્‌સ મેળવી લીધા છે. સંજય ગુપ્તા ‘વિસ્ફોટ’નું પ્રોડક્શન કરવાના છે. તેમાં ફરદીનની સાથે રિતેશ દેશમુખ, પ્રિયા બાપટ, ક્રિસ્ટલ ડિસોઝા પણ મહત્ત્વના રોલમાં છ. આ સાથે ભણસાલીની વેબ સિરીઝ હીરામંડીમાં ફરદીને એન્ટ્રી મેળવી હોવાનું કહેવાય છે. ફરદીનના કમબેક પ્રોજેક્ટ્‌સમાં અક્ષય કુમાર સાથેની ફિલ્મ ઉમેરાઈ છે. અક્ષય અને ફરદીન ૧૬ વર્ષ બાદ કોમેડી ફિલ્મમાં સાથે કામ કરવાના છે. ફરદીન ખાનનો એક પણ કમબેક પ્રોજેક્ટ રિલીઝ થયો નથી, પરંતુ તેમન પાસે હાલ ત્રણ પ્રોજેક્ટ્‌સ છે. ફરદીન અને અક્ષયે અગાઉ ૨૦૦૭ના વર્ષમાં કોમેડી એન્ટરટેઈનર હે બેબીમાં સાથે કામ કર્યું હતું. હેપ્પી ભાગ જાયેગી અને પતિ, પત્ની ઔર વોહ જેવી ફિલ્મો બનાવનારા ડાયરેક્ટર મુદસ્સર અઝીઝની આગામી ફિલ્મનું સંભવિત ટાઈટલ ખેલ ખેલ મૈં રખાયું છે.

તેમાં અક્ષય અને ફરદીન ભેગા થવાના છે. ફિલ્મની સ્ટોરી અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે, જૂના મિત્રો ડિનર પર ભેગા થયા બાદ એક ગેમ શરૂ કરે છે. ગેમ આગળ વધતી જાય છે, તેમ આ લોકોના રહસ્યો ઉજાગર થાયછે. તેના પગલે જે તોફાન આવે છે, તે કોમેડીની સાથે ફેમિલી ડ્રામા પણ ઊભો કરશે. ફરદીને આ ફિલ્મમાં અક્ષયના ખાસ મિત્રનો રોલ કર્યો છે. ફરદીન ખાને ૧૩ વર્ષ અગાઉ કોમેડી ફિલ્મ કરી હતી. ફરદીન અને મુદસ્સરે અગાઉ દુલ્હા મિલ ગયામાં સાથે કામ કર્યું હતું. ફરદીન અને અક્ષયની આ ફિલ્મને ભુષણ કુમાર પ્રોડ્યુસ કરવાના છે.

તેમાં લીડ એક્ટ્રેસ તરીકે તાપસી પન્નુ અને વાણી કપૂર ફાઈનલ થય તેવી શક્યતા છે. કાસ્ટ અંગે ઓફિશિયલ એનાઉન્સમેન્ટ પહેલા ફિલ્મનું પ્રી-પ્રોડક્શન શરૂ થઈ ગયું છે અને આગામી મહિને ઈંગ્લેન્ડથી શૂટિંગની શરૂઆત થશે. ૬ ઓક્ટોબરે મિશન રાનીગંજની રિલીઝ બાદ અક્ષય કુમાર શૂટિંગમાં જાેડાય તેવી શક્યતા છે. પાછલા બે વર્ષમાં સતત ફ્લોપ ફિલ્મો પછી અક્ષય કુમાર માટે આ તબક્કો બીજી ઈનિંગ સમાન છે. તેમાં અક્ષય કુમારે પોતાની જૂની સ્ટાઈલમાં કોમેડી ફિલ્મોની મદદ લીધી છે. અક્ષય કુમાર આગામી સમયમાં હાઉસફુલ ૩ અને ત્યારબાદ જાેલી એલએલબી પર કામ કરશે. આ સાથે અક્ષયના આગામી પ્રોજેક્ટમાં ત્રીજી કોમેડી ફિલ્મમાં ‘ખેલ ખેલ મૈં’નો સમાવેશ થશે.

Related Posts