બોલિવૂડ

અક્ષય કુમારની ફિલ્મ ‘રક્ષાબંધન’નું શૂટિંગ શરૂ થયું, એક્ટરે પોતાની બહેન અલકાને ફિલ્મ ડેટિકેટ કરી



એક્ટર અક્ષય કુમારે અપકમિંગ ફિલ્મ ‘રક્ષા બંધન’નું શૂટિંગ ૨૧ જૂન સોમવારથી શરૂ થઈ ગયું છે. આ વાતની જાણકારી અક્ષયે જાતે સો.મીડિયા પર એક પોસ્ટ શેર કરીને તેના ફેન્સને આપી છે. તે ઉપરાંત અક્ષયે પોસ્ટમાં એમ પણ કહ્યું છે કે, તેણે આ ફિલ્મને પોતાની રિયલ લાઈફ સિસ્ટર અલકા ભાટિયાને ડેડિકેટ કરી છે.


અક્ષય કુમારે પોસ્ટ શેર કરતા લખ્યું, જ્યારે હું મોટો થયો, તો મારી પહેલી મિત્ર મારી બહેન અલકા હતી. તે સૌથી સારી મિત્રતા હતી. આનંદ એલ રાયની ‘રક્ષા બંધન’ હું મારી બહેનને ડેટિકેટ કરું છું અને આ ફિલ્મ તે સ્પેશિયલ બોન્ડનું સેલિબ્રેશન છે. સોમવારે આ ફિલ્મના શૂટિંગનો પહેલો દિવસ હતો, તમારા પ્રેમ અને શુભેચ્છાઓની જરૂર છે.


અક્ષયે પોતાની આ પોસ્ટમાં રક્ષા બંધનના સેટનો એક ફોટો પણ શેર કર્યો છે. જેમાં તે ડાયરેક્ટર આનંદ એલ રાયની સાથે ઘડિયાળની દુકાનની બહાર સીડી પર બેસીને વાતચીત કરતો જાેવા મળે છે. અક્ષયે માથા પર તિલક લગાવ્યું છે અને પીળા કલરનો કૂર્તો, ગ્રે ટ્રાઉઝર, ચપ્પલ, અને હાથમાં ઘડિયાળ પહેરેલી જાેવા મળી રહી છે. તેમજ આનંદે વ્હાઈટ શર્ટ અને બ્લૂ જીન્સ પહેર્યું છે. અક્ષયના આ લુકને જાેતા અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે તે ફિલ્મમાં ઘડિયાળ વેચનાર દુકાનદારની ભૂમિકામાં જાેવા મળી શકે છે.


‘રક્ષા બંધન’માં અક્ષય સિવાય ભૂમિ પેડનેકર પણ લીડ રોલમાં છે. તેમજ સહજમીન કૌર, દીપિકા ખન્ના, સાદિયા ખાતીબ અને સ્મૃતિ શ્રીકાંત ફિલ્મમાં અક્ષયની બહેનોની ભૂમિકામાં જાેવા મળશે. આનંદ એલ રાયની સાથે ‘અતરંગી રે’ બાદ અક્ષયની આ બીજી ફિલ્મ હશે. ‘અતરંગી રે’માં અક્ષય સિવાય સારા અલી ખાન અને ધનુષ પણ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ મેકર દ્વારા આ ફિલ્મની રિલીઝની તારીખ જાહેર કરવાની બાકી છે. તે સિવાય અક્ષયની ‘બેલ બોટમ’ ૨૭ જુલાઈએ રિલીઝ થવાની છે. આ ફિલ્માં વાણી કપૂર, હુમા કુરેશી અને લારા દત્તા પણ મુખ્ય ભૂમિકામાં છે. બેલ બોટમ સિવાય અક્ષય ‘બચ્ચન પાંડે’ અને ‘રામસેતુ’માં જાેવા મળશે.

Follow Me:

Related Posts