બોલિવૂડ

અક્ષય કુમારની માતાની તબિયત ગંભીર:શૂટિંગ છોડી મુંબઈ પરત

અક્ષય કુમારની માતા અરૂણા ભાટિયા થોડા દિવસથી બીમાર છે અને મુંબઇની હિરાનંદાની હોસ્પિટલમાં આઇસીયુમાં સારવાર લઇ રહ્યા છે. અભિનેતા યુકેમાં ફિલ્મ સિન્ડ્રેલાનું શૂટિંગ છેલા બે અઠવાડિયાથી કરી રહ્યો હતો. માતાની બીમારીના સમાચાર જાણતાં જ તે યુકેથી મુંબઇ પરત આવી ગયો છે. અક્ષય તેની માતા સાથે લાગણીસભરના સંબંધો ધરાવને છે. તેથી તે માતાની બીમારી જાણ્યા પછી તેનાથી દૂર નહી ંરહી શકતો હોવાથી તે તરત જ શૂટિંગ છોડીને મુંબઇ આવી ગયો છે. અક્ષય માતાની સારવારમાં સાથે રહેવા માંગતો હોવાથી મુંબઇપાછો આવ્યો છે. પરંતુ તેણે તેના નિર્માતાને પોતાનો હિસ્સો ન હોય તેવા દ્રશ્યોના શૂટિંગ કરવાનું કહ્યું છે. અક્ષય પોતાના કામ પ્રત્યે વફાદાર છે અને તે કોઇ પણ સ્થિતિમાં કામ ચાલુ રહેવું જાેઇએ તેવું દ્રઢપણે માને છે, તેમ સૂત્રે વધુમાં જણાવ્યું હતું. અભિનેતા આવતા વરસ સુધીમાં છ ફિલ્મ સાથે જાેડાયેલો છે. સુપરસ્ટારે પોતે જ જણાવ્યું હતું કે, તે આઠ ફિલ્મો અને એક વેબ સીરીઝમાં કામ કરતો જાેવા મળવાનો છે. અક્ષય કુમારની માતા અરૂણા ભાટિયાની તબિયત ગંભીર થઇ જતા તેમને હોસ્પિટલમાં આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. અભિનેતા યુકેનું શૂટિંગ છોડીને ભારત આવી ગયો છે.

Related Posts