fbpx
બોલિવૂડ

અક્ષય કુમારે ‘બડે મિયાં છોટે મિયાં’ ફિલ્મને લઈને બે મોટી જાહેરાત કરી

બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર તેની આગામી ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ને લઈને ઘણા સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મમાં તેની સાથે ટાઈગર શ્રોફ પણ જાેવા મળશે. બંને સોશિયલ મીડિયા દ્વારા પોતાની ફિલ્મનું ખૂબ પ્રમોશન કરતા જાેવા મળે છે. બંનેના ફેન્સ પણ આ ફિલ્મની રાહ જાેઈ રહ્યા છે. હવે સોશિયલ મીડિયા પર ફિલ્મ સાથે સંબંધિત એક નવું પોસ્ટર શેર કરતી વખતે અક્ષયે આ મુવી સાથે જાેડાયેલી કેટલીક માહિતી ફેન્સ સાથે શેર કરી છે. વાસ્તવમાં મેકર્સ દ્વારા ઘણા સમયથી કહેવામાં આવી રહ્યું હતું કે, ‘બડે મિયાં છોટે મિયાં’ ઈદ પર રિલીઝ થશે, પરંતુ અંતિમ તારીખ આપવામાં આવી ન હતી. જાે કે હવે તારીખ પણ બહાર પડી ગઈ છે. આ ફિલ્મ કઈ તારીખે સિનેમાઘરોમાં આવશે તે ખબર પડી ગઈ છે. અક્ષયે કહ્યું છે કે, તેની ફિલ્મ ૧૦ એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

અક્ષયે સોશિયલ મીડિયા પર શેર કરેલા પોસ્ટરમાં તેની સાથે ટાઈગર શ્રોફ પણ જાેવા મળશે. નોંધનીય છે કે અભિનેત્રી માનુષી છિલ્લર અને અલાયા એફ પણ આ મુવીમાં ખાસ ભૂમિકામાં જાેવા મળશે. જે પોસ્ટર સામે આવ્યું છે તેમાં આ બંને અભિનેત્રીઓ પણ જાેવા મળી રહી છે. એટલે કે હવે આ ચારેય ઈદના અવસર પર લોકોનું મનોરંજન કરતા જાેવા મળશે. આ સાથે જ મેકર્સ આ ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ કરવા જઈ રહ્યા છે. ફેન્સને આ મુવીના ટ્રેલરની રાહ જાેઈ રહ્યા છે જે ૨૬ માર્ચે પૂર્ણ થઈ જશે. જાે કે અક્ષય અને ટાઈગર બંનેને ‘બડે મિયાં છોટે મિયાં’ પાસેથી ઘણી આશાઓ છે. કારણ કે બંનેની છેલ્લી કેટલીક ફિલ્મો કંઈ ખાસ બતાવી શકી નથી. તમને જણાવી દઈએ કે આ ફિલ્મનો થિયેટરોમાં અજય દેવગનની ફિલ્મ ‘મેદાન’ સાથે ટક્કર કરશે. ‘મેદાન’ પણ ઈદ પર જ રિલીઝ થઈ રહી છે. જાે કે મેકર્સે હજુ સુધી કોઈ ફિક્સ ડેટ જાહેર કરી નથી.

Follow Me:

Related Posts