અક્ષય કુમાર અને ઇમરાન હાશ્મી સાથે કામ કરશે
મલયાલમ મૂળ ફિલ્મમાં મુખ્ય રોલ પૃથ્વીરાજે ભજવ્યો હતો. આ ફિલ્મને કરણ જાેહરનું ધર્મા પ્રોડકશન નિર્માણ કરવાનું છે. તેમજ રાજ મહેતા આ ફિલ્મના દિગ્દર્શક હશે, જેમણે અક્ષય કુમારને લઇને ફિલ્મ ગુડ ન્યુઝનું દિગ્દર્શન કર્યું હતું. કહેવાય છે કે, અક્ષય અને રાજ બન્નેને મૂળ ફિલ્મ પસંદ પડી હત, અને તેમણે આ ફિલ્મની હિંદી રીમેક બનાવાનો ર્નિણય લીધો હતો. ફિલ્મનું શૂટિંગ ૨૦૨૨ની સાલના જાન્યુઆરીમાં શરૂ કરવામાં આવશે.અક્ષય કુમાર એક પછી એક ફિલ્મ પ્રોજેક્ટ સાઇન કરતો જાય છે. તે હવે મલયાલમ ફિલ્મ ડ્રાઇવિંગ લાયસન્સની હિંદી રિમેકમાં કામ કરવાનો છે. આ ફિલ્મમાં તેની સાથે ઇમરાનહાશ્મી પણ કામ કરતો જાેવા મળવાનો છે.
Recent Comments