અક્ષય કુમાર પછી ફિલ્મ ‘રામ સેતુ’ના સેટ પર ૪૫ જુનિયર કલાકારો થયા કોરોના સંક્રમિત
અભિનેતા અક્ષય કુમારે રવિવારે તેનો કોરોના પોઝિટિવ રિપોર્ટની લોકોને માહિતી આપી હતી. હવે ૪૫ લોકો તેમની ફિલ્મ ‘રામ સેતુ’ના સેટ પર કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. બધા અત્યારે ક્વોરેન્ટાઇનમાં છે. આટલી મોટી સંખ્યામાં સેટના લોકો કોરોના પોઝિટિવ આવવાથી ફિલ્મ માટે મુશ્કેલી ઉભી કરી શકે છે.
સોમવારે ૫ એપ્રિલના રોજ ૧૦૦ લોકો ફિલ્મ ‘રામ સેતુ’ના સેટ પર પોતાનું કામ શરૂ કરવાના હતા. તે બધા આઇલેન્ડમાં ફિલ્મના સેટ પર જાેડાવાના હતા. મૂવીમાં જાેડાતા પહેલા જ ૪૫ જુનિયર કલાકારોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ હોવાનું બહાર આવ્યું હતું, ત્યારબાદ તેઓને અલગ રાખવામાં આવ્યા હતા. ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝ ના જનરલ સેક્રેટરી અશોક દુબેએ કહ્યું- ‘રામ સેતુની ટીમ સંપૂર્ણ કાળજી લઈ રહી છે. દુર્ભાગ્યપૂર્ણ છે કે જુનિયર આર્ટિસ્ટ એસોસિએશનના ૪૫ લોકો કોરોના પોઝિટિવ મળ્યાં છે. તે બધા ક્વોરન્ટાઇનમાં છે.
અક્ષય સહિત ૪૫ જુનિયર કલાકારો કોવિડ -૧૯ પોઝિટિવ આવ્યા બાદ સોમવારે ફિલ્મનું શૂટિંગ મોકૂફ રાખવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે હવે ફિલ્મનું શૂટિંગ ૧૩-૧૪ દિવસ પછી જ શરૂ થશે. અક્ષય કુમાર કોરોના પોઝિટિવ આવ્યા પહેલાં મડ આઇલેન્ડમાં ‘રામ સેતુ’ માટે શૂટિંગ કરી રહ્યો હતો. તેને ટેસ્ટ કરતાં પહેલાં કોઈ લક્ષણો પણ ન હતા અને ફીટ હતો છતાં કોરોનાએ શિકાર બનાવી લીધો.
Recent Comments