બોલિવૂડ

અક્ષય કુમાર સ્ટારર ‘રામસેતુ’નું ટ્રેલર રિલીઝ થયું, રહસ્યથી ભરેલું છે આખું ટ્રેલર

અક્ષય કુમારની મચ અવેટેડ ફિલ્મ રામ સેતુનું ટ્રેલર લોન્ચ થઈ ગયું છે. ફિલ્મનું ટ્રેલર ટીઝર કરતાં વધુ સારું અને રોમાંચક છે. આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે નુસરત ભરૂચા અને જેકલીન ફર્નાન્ડીઝ પણ છે. ‘રામ સેતુ’ની વાર્તા એક નાસ્તિક પુરાતત્વવિદ્‌ આર્યન કુલશ્રેષ્ઠ એટલે કે અક્ષય કુમારની આસપાસ ફરે છે. આર્યનને પૌરાણિક રામ સેતુનું વાસ્તવિક અસ્તિત્વ સાબિત કરવાનું કામ મળે છે. આ પછી આર્ય ‘રામ સેતુ’ ની પૌરાણિક કથાઓ અને વિજ્ઞાનની તકનીકો તેની સત્યતા શોધવાનું શરૂ કરે છે. આર્યન રામ સેતુના સત્ય અને કલ્પના વચ્ચે મંથન કરતો જાેવા મળે છે. આ દરમિયાન તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તે વિજ્ઞાનની મદદથી જાણવાનો પ્રયાસ કરે છે.

ટ્રેલરમાં રામ સેતુ સાથે જાેડાયેલા ઘણા એક્શન સીન અને રહસ્યો જાેવા મળે છે. આર્યન ૭ હજાર જૂનો ઈતિહાસ જાણવાનો પ્રયત્ન કરે છે અને રામ સેતુ પાસે પહોંચે છે. આમાં તેની સાથે જેકલીન પણ છે. આ પછી ઘણા ટર્ન અને એક્શન જાેવા મળે છે. સમુદ્રના દ્રશ્યો અને હેલિકોપ્ટરના સ્ટંટ આશ્ચર્યજનક છે. ફિલ્મનું ટ્રેલર શેર કરતાં અક્ષય કુમારે ટિ્‌વટર પર લખ્યું, “રામ સેતુની પહેલી ઝલક ખૂબ જ ગમી. આશા છે કે ટ્રેલર જાેયા પછી તમને વધુ ગમશે. અને આ દિવાળીએ સમગ્ર પરિવાર સાથે રામ સેતુની દુનિયાનો એક ભાગ બનીએ.” અક્ષય કુમારે પોતાના ટ્‌વીટમાં જણાવ્યું કે આ ફિલ્મ ૨૫ ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

Related Posts