અક્ષય કુમાર ૨૦ જૂનથી મુંબઈમાં ફિલ્મ ‘રામ સેતુ’નું શૂટિંગ શરૂ કરશે
જૂનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રમાં ફરીથી શૂટિંગ શરૂ થશે. ‘વિક્રમ વેધ’, ‘અસુર ૨’, ‘મસાબા મસાબા ૨’ ની સંપૂર્ણ તૈયારી છે. હવે સમાચાર આવી રહ્યા છે કે, અક્ષય કુમારની ‘રામ સેતુ’ નું શૂટિંગ પણ ૨૦ જૂનથી શરૂ થઈ શકે છે. પ્રોડ્યુસર વિક્રમ મલ્હોત્રાના નજીકના લોકોએ તેની પુષ્ટિ કરી છે. તેમના જણાવ્યા પ્રમાણે, અક્ષય કુમાર કોવિડથી એકદમ સ્વસ્થ થઈ ગયો છે. તે એકદમ ફિટ છે. અત્યારે મુંબઈમાં જ શૂટિંગ શરૂ થશે. આ સમયે બહાર શૂટ કરવાની કોઈ યોજના નથી. ફિલ્મની ટીમ સપ્ટેમ્બરમાં ચોક્કસપણે શ્રીલંકા જશે.
મહિનાથી સતત પ્રોડ્યુસર, ડાયરેક્ટર, અને ફહ્લઠની ટીમ ઝૂમ કોલ પર પ્રેઝન્ટેશન શેર કરી રહી છે. ફિલ્મસિટીમાં ગુફાઓનો સેટ બનાવવામાં આવ્યો છે. તેના દ્વારા હીરોને સામ સેતુના લોકેશન સુધી પહોંચાડતો બતાવવામાં આવશે. ‘રામ સેતુ’ હેવી ફહ્લઠવાળી ફિલ્મ હશે. તેમ છતાં ઘણા બધા અન્ડરવોટર સિક્વન્સ શૂટ કરવામાં આવશે. કલાકારો પાણીની અંદર જઈને શૂટિંગ કરશે.
ફિલ્મ ઘણા લોકેશન પર શૂટ થવાની હતી. ટીમ ઉટી પણ જવાની હતી, પરંતુ કોવિડના કારણે ત્યાંનું શિડ્યુઅલ કેન્સલ કરવું પડ્યું. સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં કાસ્ટ એન્ડ ક્રૂ મેમ્બર્સ શ્રીલંકા રવાના થશે. ફિલ્મમાં તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના એક મોટા સ્ટારને પણ કાસ્ટ કરવામાં આવ્યો છે. તેનું નામ ગુપ્ત રાખવામાં આવ્યું છે. અત્યારે તેલુગુ એક્ટર સત્યદેવનું નામ આઉટ થયું છે.
Recent Comments