અક્સ્માતના અનહડટેક્ટ ગુન્હાનો સી.સી.ટી.વી. કેમેરા તથા પોકેટ કોપની મદદથી ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલતી રાજુલા પોલીસ
ગુનાની વિગત : ભાવનગર રેન્જ આઇ.જી.પી. અશોકકુમાર યાદવ સાહેબનાઓએ રેન્જના જીલ્લાઓમાં અનડિટેક્ટ ગુન્હાઓ આચરી નાસી જતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ સાહેબ નાઓએ જીલ્લામાં અનડિટેક્ટ ગુન્હાઓ આચરી પોતાની ધરપકડ ટાળવા માટે નાસતા – ફરતા હોય અને તેને પકડી પાડવા અંગે ખાસ સુચના અને માર્ગદર્શન મુજબ સાવરકુંડલા વિભાગના ના.પો.અધિકારી કે.જે.ચૌધરી સાહેબ , નાઓ દ્રારા સુચના અને માર્ગદર્શન આપેલ હોય .
જે અન્વયે રાજુલા પોલીસ સ્ટેશનના પો.ઈન્સ.શ્રી એ.એમ.દેસાઇ સાહેબની સુચનાઅને માર્ગદર્શન મુજબ આગરીયા બીટ ઇન્ચાર્જ અના હેડ કોન્સ એ.ડી.લાધવા તથા પો.કોન્સ.મયુરભાઇ કળસરીયા તથા પો.કોન્સ વિક્રમભાઇ રાઠોડ તથા પો.કોન્સ.અશોકભાઇ જોગરાણા તથા પો.કોન્સ દિવ્યરાજસિંહ સરવૈયા તથા મહીલા પો.કોન્સ.ભારતીબેન પરમારએ રીતેના રાજુલા પો.સ્ટે.ના પાર્ટ એ . ગુ.ર.નં ૧૧૧૯૩૦૫૦૨૨૦૫૬૯/૨૦૨૨ ઇ.પી.કો કલમ ૨૭૯,૩૩૭,૩૩૮ એમ.વી.એક્ટ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબના કામના આરોપી અજાણ્યા ટ્રેક્ટર ચાલક રાજુલા સાવરકુંડલા થોરડી રોડ ઉપર આવેલ ઉદય હોટલ સામે ચાર દિવસ પહેલા રાજુલાથી ચાલીને આગરીયા તરફ જતા એક રાહદારીને સાવરકુંડલા થોરડી રોડ ઉપર આવેલ ઉદય હોટલ સામે ઇજા કરી નાસી ગયેલ હોય જેને પકડી પાડવા સઘળા પ્રયત્નો કરી પોલીસની અલગ અલગ ટીમ બનાવી રાજુલા પોસ્ટે વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ લગાવેલ સીસીટીવી કેમેરા ચેક કરી સદર અકસ્માતમા સંડોવાયેલ ટ્રેક્ટર મળી આવેલ જેના રજી નંબર મેળવી પોકેટ કોપની મદદથી રજી.થયેલ નંબર દાખલ કરી નામ – એડ્રેસ મેળવી મુળ ટ્રેક્ટર ચાલકના ડ્રાઇવર સુધી પહોંચી સદર અકસ્માતના બનાવ બાબતે જરૂરી પુછ પરછ કરી પોતાએ જણાવેલ કે મે ગત.તા .૧૪ / ૦૭ / ૨૦૨૨ ના રોજ રાજુલા તરફથી દેત્રડ તરફ ટ્રેક્ટર લઇને જતો હોય તે દરમ્યાન એક રાહદારી સાથે એક્સીડેન્ટ કરી નાસી ગયેલ હોવાનુ જણાવેલ જેને આજ રોજ રાજુલા પો.સ્ટે વિસ્તારમાંથી પકડી પાડવામાં રાજુલા પોલીસ ટીમને સફળતા મળેલ છે.
પકડાયેલ આરોપીઓની વિગત : મહેશભાઇ સુખાભાઇ ગુજરીયા ઉ.વ .૨૫ ધંધો ડ્રાઇવીંગ રહે રાજુલા વડનગર તા.રાજુલા જી અમરેલી મુળ રહે .લોઠપુર તા. જાફરાબાદ જી.અમરેલી
આ કામગીરી પો.ઇન્સ.શ્રી એ.એમ.દેસાઇ સાહબેની સચના અને માર્ગદર્શન નીચે રાજુલાપો.સ્ટે.ના આગરીયા બીટ ઇન્ચાર્જ અના હેડ કોન્સ. એ.ડી.લાધવા તથા પો.કોન્સ.મયરુભાઇ કળસરીયા તથા પો.કોન્સ વિક્રમભાઇ રાઠોડ તથા પો.કોન્સ. અશોકભાઇ જોગરાણા તથા પો.કોન્સ દિવ્યારાજસિંહ સરવૈયા તથા મહીલા પો.કોન્સ. ભારતીબેન પરમાર એ રીતેનાઓ દ્વારા કરવામાં આવેલ છે.
Recent Comments