fbpx
વિડિયો ગેલેરી

અખિલેશ કૃષ્ણ જન્મભૂમિ પર મંદિર નિર્માણ ઈચ્છો છો કે નહીં: કેશવ પ્રસાદ મૌર્ય

કેશવ પ્રસાદે વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું હતું કે, ‘મથુરામાં શ્રી કૃષ્ણની જન્મભૂમિ પર ભવ્ય મંદિર બને તેવી દરેક કૃષ્ણ ભક્તની ઈચ્છા છે. મેં ટિ્‌વટરના માધ્યમથી એવો ભાવ પ્રકટ કર્યો. વિપક્ષી નેતાઓને સવાલ કરવા માગું છું કે, મથુરામાં શ્રી કૃષ્ણનું ભવ્ય મંદિર બને તેનો વિરોધ કરે છે કે, સમર્થન કરે છે. ચૂંટણીનો મુદ્દો ન ભગવાન શ્રી રામનો છે, ના કૃષ્ણજીના મંદિરનો છે.’ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ ‘હવે મથુરાનો વારો છે’ એવું નિવેદન આપીને રાજકીય પારો ઉંચો ચઢાવ્યો છે. તેમણે કહ્યું હતું કે, અયોધ્યા અને મથુરામાં ભવ્ય મંદિર નિર્માણનું કામ ચાલું છે અને હવે મથુરાનો વારો છે. તેમના આ નિવેદનને લઈ સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ સહિત વિપક્ષી દળોએ આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. ત્યારે હવે જવાબમાં કેશવ પ્રસાદ મૌર્યએ પલટવાર કર્યો છે. નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, વિપક્ષી રાજકીય દળના લોકો તૃષ્ટીકરણની રાજનીતિ કરે છે અને બાદમાં ત્યાં નતમસ્તક થાય છે. અયોધ્યામાં રામલલ્લાની જન્મભૂમિ પર ભવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. કાશી ખાતે બાબા વિશ્વનાથની ભવ્ય કોરિડોર બની રહી છે.

Follow Me:

Related Posts