અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની સાવરકુંડલા નગરની કારોબારી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે યોજાઈ.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ હર હંમેશ વિદ્યાર્થીઓના હિત માટે કાર્યરત છે તથા સામાજિક ક્ષેત્રે પણ કાર્યરત છે. એબીવીપી વિશ્વનું સૌથી મોટું વિદ્યાર્થી સંગઠન છે જે છેલ્લા 75 વર્ષથી ચાલતું આવે છે. વિદ્યાર્થી પરિષદની પ્રણાલી મુજબ દર વર્ષે નવી કારોબારીનું નિર્માણ થતું હોય છે જે મુજબ વર્ષ ૨૦૨૩ ની સાવરકુંડલા નગરની કારોબારી સ્વામીનારાયણ ગુરુકુલ સ્કૂલ ખાતે કરવામાં આવી જેમાં નગર મંત્રી તરીકે ચિરાગભાઈ ખેર સહમંત્રી તરીકે ભાર્ગવભાઈ બાલુ,નિકુંજભાઈ કાચેલા,ભૂમિબેન ની નિમણૂક કરાઈ અને સાથે સાથે વિવિધ આયામો તથા ગતિવિધિઓની જવાબદારીની નિમણૂક પણ કરવામાં આવી. જે તકે અમરેલી જિલ્લા સંયોજક પ્રતિકભાઇ વણઝર હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓના હિત માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ હર હંમેશ વિદ્યાર્થીઓના હિત માટે પર રહેશે એવું નૂતન નગર મંત્રી ચિરાગભાઈ ખેર દ્વારા જણાવવામાં આવ્યું હતું અને સાથે સાથે આવનારા સમયમાં વિદ્યાર્થી પરિષદ દ્વારા વિદ્યાર્થીઓ માટે અગામી કાર્યક્રમોની પણ યોજના બનાવવામાં આવી.
Recent Comments