અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મ સેના – સાવરકુંડલા દ્વારાભવ્ય અભિવાદન સમારોહ યોજાયો.
અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મ સેના – સાવરકુંડલા દ્વારા સાવરકુંડલા શહેરમાં વિકાસના ઐતિહાસિક નિર્ણયો કરવા બદલ અમરેલી જિલ્લાના સાંસદ નારણભાઇ કાછડીયા તથા સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્ય મહેશભાઇ કસવાલાનો અભિવાદન સમારોહ યોજાયો હતો. આ અભિવાદન સમારોહ માં ભક્તિરામ બાપુ (માનવ મંદિર), કરશન ગીરી બાપુ (કુંડલપુર હનુમાનજી) સાવરકુંડલા શહેર ભાજપના તમામ સેલના હોદેદારો, વેપારી એસીસીએશનો, સહકારી સંસ્થાઓના પ્રતિનિધિઓ, સેવાકીય સંસ્થાના પ્રતિનિધિઓ સહિત બહોળી સંખ્યામાં ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહેલ હતા. જેમાં વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત દુર્ગાવાહિની ની બહેનો પણ હાજર રહેલ. આ કાર્યક્રમમાં સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઇ કસવાલાને સાવરકુંડલા શહેરમાં અશાંતધારો, બાયપાસ રોડ, નાવલી રીવરફ્રન્ટ, સ્પોર્ટસ સંકૂલ, અત્યાધુનિક રેલ્વે સ્ટેશન જેવા વિકાસના જે નિર્ણયો લેવામાં આવ્યા છે તે બદલ સન્માનિત કરવામાં આવેલ. મહેશભાઈ કસવાલા એ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની કાર્યશૈલીને બિરદાવતા અવિરત વિકાસ ના કામોની પ્રશંસા કરી હતી. જ્યારે અમરેલી સાંસદ નારણભાઇ કાછડીયાએ તેમના વક્તવ્યમાં આગામી ૨૦૨૪ ની ચૂંટણીમાં પણ નરેન્દ્રભાઇ મોદી જંગી બહુમતીથી જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે હિન્દુ ધર્મ સેના-સાવરકુંડલાના પ્રમુખ મયુર ખાચર તથા મહામંત્રી અમિત પંડ્યા તેમજ તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.
Recent Comments