ગુજરાત

અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત જ્યોતિ કળશ યાત્રા રથ નું અમદાવાદ શહેર માં આગમન 

અમદાવાદ  ગાયત્રી પરિવાર નારણપુરા તરફથી મિત્ર મિલન સોસાયટી,મીરામ્બિકારોડ,નારણપુરા ખાતે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ,હરિદ્વાર પ્રેરિત જ્યોતિ કળશ યાત્રા રથ રાજ્યમાં વિવિધ સ્થળોએ પરિભ્રમણ કરીને જેનું અમદાવાદ શહેરમાં આગમન થઈ ચુક્યુ છે અને હાલમાં જેના સ્વાગતના આયોજનનો કાર્યક્રમ પરિભ્રમણના માર્ગમાં આવતી ગાયત્રી પરિવારની વિવિધ શાખાઓ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં યોજાઈ રહ્યો છે જેના  ભાગ રૂપે યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ગાયત્રી પરિવારના પરિજનો તથા સોસાયટીના રહીશો અને નારણપુરા ગામના શ્રધ્ધાળુઓ દર્શન પૂજન તેમજ  આરતી કરવા પધાર્યા હતા આ રથયાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે અખંડ જ્યોતિ અવતરણ,પરમ વંદનીય માતાજી ભગવતી દેવી અને પરમ પૂજ્ય ગુરુદેવ પં.શ્રીરામ શર્માજી દ્વારા ૨૪ વર્ષ કરેલી ગાયત્રી મહાપુરશ્ચરણ સાધનાની જન્મ શતાબ્દી ઉજવણી વિશે,ગાયત્રી મહા વિદ્યા,મહામંત્ર,ગુરુ મંત્ર સહિતની સાધનાથી મળતા લાભો અંગેનું મહત્વ,સમજણ દ્વારા તેમજ આ અભિયાન દ્વારા પર્યાવરણ- વ્યસન મુક્તિ અંગે જાગરૂકતા ફેલાવવી દેશને સશક્ત,સમર્થ અને વિશ્વ ગુરુ બનાવવાનું છે

Related Posts