ગુજરાત

અગાઉ સેશન્સ કોર્ટે પ્રગતિ આહીરની જામીન અરજી ફગાવી હતીકોંગ્રેસ કાર્યાલય બહાર પથ્થમારાનાં કેસમાં પ્રગતિ આહીરની આગોતરા જામીન અરજી હાઈકોર્ટ દ્વારા મંજૂર

કોંગ્રેસના અમદાવાદમાં આવેલ પ્રદેશ કાર્યાલય બહાર પથ્થમારાનાં કેસમાં કોંગ્રેસ નેતા પ્રગતિ આહીરની આગોતરા જામીન અરજી ગુજરાત હાઈકોર્ટે મંજૂર કરી છે. અગાઉ સેશન્સ કોર્ટે પ્રગતિ આહીરની જામીન અરજી ફગાવી હતી. આથી તેમની મુશ્કેલીઓ વધી હતી. પ્રગતિ આહીર વિરુદ્ધ કોંગ્રેસ કાર્યાલય બહાર પથ્થરમારા દરમિયાન કાર્યકરોને ઉશ્કેરવાનો ગંભીર આરોપ છે. આ આરોપ સાથે તેમની વિરુદ્ધ એલિસબ્રિજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.

ગુજરાત હાઈકોર્ટે કોંગ્રેસ નેતા પ્રગતિ આહીરનાં આગોતરા જામીન મંજૂર કર્યા છે. અગાઉ સેશન્સ કોર્ટ દ્વારા કાૅંફરેસ નેતા પ્રગતિ આહીરની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી. આથી, કોંગ્રેસ નેતાએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. ત્યારે હવે જામીન મળી જતા પ્રગતિ આહીરને હાશકારો થયો છે. જણાવી દઈએ કે, કોંગ્રેસ કાર્યાલય બહાર પથ્થરમારાનાં કેસમાં પ્રગૃતિ આહીર સામે કાર્યકરોને ઉશ્કેરવાનો ગંભીર આરોપ કરાયો હતો.

આ આરોપ સાથે કોંગ્રેસ નેતા પ્રગતિ આહીર વિરુદ્ધ એલિસબ્રિજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં સેશન્સ કોર્ટ દ્વારા જામીન અરજી નામંજૂર (છહંૈષ્ઠૈॅટ્ઠંિર્અ મ્ટ્ઠૈઙ્મ) થતા કોંગ્રેસ નેતાએ હાઈકોર્ટમાં વિશેષ દાદ માગતી અરજી કરી હતી. આ મામલે સુનાવણી થતા ગુજરાત હાઈકોર્ટે પ્રગતિ આહીરની આગોતરા જામીન અરજીને મંજૂર કરી છે. માહિતી મુજબ, ૫ ઓગસ્ટે કોંગ્રેસ નેતાને એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં હાજર થવા ફરમાન કરાયો છે.

Related Posts