અગ્નિકાંડની ઘટનાથી સબક લીધો રાજકોટમાં સેલસ હોસ્પિટલમાં ફાયર વિભાગે મોકડ્રિલ યોજી
ગુજરાતમાં હોસ્પિટલ કે કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ફાયર સેફ્ટીના અભાવે અવારનવાર આગ્નિકાંડની ઘટના બને છે. થોડા જ સમય પહેલા રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ લાગી હતી. જેમાં કોરોનાના છ દર્દીના મૃત્યુ થયા હતા. આથી આગની તકેદારી અંગે માહિતી અને માર્ગદર્શન આપવા હાલ રાજકોટમાં રૈયા સર્કલ પાસે આવેલી સેલસ હોસ્પિટલમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી શાખા દ્વારા આજે સેલસ હોસ્પિટલમાં ફાયર બ્રિગેડ સ્ટેશનના ઓફિસરો અને ફાયર સ્ટાફ દ્વારા મોકડ્રીલ કરવામાં આવી હતી. જેમાં હોસ્પિટલમાં આગના સંજાેગોમાં હોસ્પિટલના સ્ટાફે કંઈ રીતે સાવચેતી રાખવી અને દર્દીઓને સલામત સ્થળે ખસેડવા તેમજ રાહત બચાવ કાર્ય માટે શું કરી શકાય તે અંગેની પ્રેક્ટિકલ જાણકારી મોકડ્રીલ દ્વારા આપવામાં આવી હતી.
આ મોકડ્રીલ દરમિયાન હોસ્પિટલમાં હકીકતમાં આગ લાગી હોય તેવા દ્રશ્યો હોસ્પિટલ દ્વારા ઉભા કર્યા હતા અને તેમાં ફાયર સેફ્ટીનો ખાસ પ્રકારનો બ્લુ જેકેટ પહેરીને અગ્નિશમાક દળના જવાનોએ ફરજ બજાવી હતી. અગ્નિશામક દળના જવાનો તથા અધિકારીઓએ સતત દર્દીઓને કંઈ રીતે બચાવવા તેનું ડેમોસ્ટ્રેશન કર્યુ હતું અને સેલસ હોસ્પિટલના કર્મચારીઓને તાલીમ આપી હતી
Recent Comments