અગ્નિવીરની ભરતીની લેખિત કસોટીનો તાલીમ વર્ગ યોજાશે
અમરેલી જિલ્લાના ખમીરવંતા યુવાનોને સંરક્ષણદળમાં ‘અગ્નિવીર’ તરીકે કારકિર્દી ઘડતરની ઉજ્જવળ તક મળી રહે તેવા ઉમદા હેતુસર ગત ઓક્ટોબર-૨૦૨૨માં રાજકોટ ખાતે થલસેનાની ભરતી-રેલી અંતર્ગત લેખિત કસોટી માટે એડમિટ કાર્ડ આપવામાં આવ્યા હતા. આ એડમિટ કાર્ડ મેળવનાર તમામ ટ્રેડના ઉમેદવારોને લેખિત કસોટીની અસરકારક અને સઘન પૂર્વકની તૈયારી થઇ શકે તેવા હેતુસર ૧૫ દિવસીય તાલીમવર્ગનું આયોજન કરવામાં આવ્યું છે.
આ તાલીમ વર્ગમાં ઉમેદવારોને લેખિત કસોટીની પરીક્ષા પદ્ધતિ અને અભ્યાસક્રમ મુજબ વિષય તજજ્ઞો દ્વારા માહિતી અને માર્ગદર્શન આપવામાં આવશે. તાલીમવર્ગમાં જોડાવા ઈચ્છુક ઉમેદવારોએ નામ નોંધણી કાર્ડની નકલ અને થલસેના ભરતી કાર્યાલય દ્વારા આપવામાં આવેલા એડમિટ કાર્ડની નકલ તા. ૨૫/૧૨/૨૦૨૨ સુધીમાં જિલ્લા રોજગાર વિનિમય કચેરી- અમરેલી ખાતે રૂબરૂ મોકલી આપવાના રહેશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા રોજગાર કચેરી-અમરેલી ના કોલ સેન્ટર ૬૩૫૭૩૯૦૩૯૦ મારફત સંપર્ક કરવા માટે જિલ્લા રોજગાર અધિકારીએ એક યાદીમાં જણાવ્યું છે.
Recent Comments