fbpx
અમરેલી

અગ્નિવીર તરીકે સેનામાં જોડાવા ઈચ્છુકો માટે તાલીમવર્ગનું આયોજન, અમરેલી જિલ્લાના યુવાનો માટે તક

ભારતીય સૈન્યમાં અગ્નિવીર તરીકે જોડાઈ દેશની ઉત્કૃષ્ટ સેવા કરવા ઈચ્છુક હોય અને શારીરિક સશક્ત પુરુષ ઉમેદવારો માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, અમરેલી દ્વારા સ્વામી વિવેકાનંદ નિવાસી તાલીમવર્ગનું આયોજન સપ્ટેમ્બર -૨૦૨૨ દરમિયાન કરવામાં આવશે. તાલીમવર્ગમાં જોડાવા ઈચ્છુક હોય તેવા પુરુષ ઉમેદવારોએ પ્રિસ્કુટીની (તાલીમ વર્ગ માટે પસંદગી પ્રક્રિયા) માટે જરૂરી આધાર પુરાવા (જેવા કે, આર્મી વેબસાઈટ પર અગ્નિવીર તરીકે ઓનલાઈન કરેલ અરજીપત્રકની નકલ , આધારકાર્ડની નકલ, કોવિડ -૧૯ વેક્સિનેશન સર્ટીફિકેટ નકલ (બન્ને ડોઝ), રોજગાર કચેરીનું નોંધણી કાર્ડ/અનુબંધમ વેબપોર્ટલ પર નોંધણી) સાથે તા.૧૪/૦૯/૨૦૨૨ના રોજ સવારે ૦૬:૩૦ કલાકે જિલ્લા પોલીસ ગ્રાઉન્ડ, અમરેલી ખાતે સ્વખર્ચે ઉપસ્થિત થવાનું રહેશે. વધુ વિગત માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, અમરેલીના કોલ સેન્ટર નં. ૬૩૫૭૩ ૯૦૩૯૦ તેમજ કચેરીના (૦૨૭૯૨) ૨૨૩૩૯૪ પર  સંપર્ક કરવાનો રહેશે, તેમ જિલ્લા રોજગાર અધિકારીશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts