આજના યુગમાં હવે શિક્ષણ એ જીવનનું આવશ્યક અંગ બની ગયું છે તેમજ આ શિક્ષણના ખાનગીકરણના યુગમાં શિક્ષણ મેળવવું પણ ખૂબ મોંઘુ થઈ રહ્યું છે તેવી વેળાએ પરસ્પરના સદભાવ અને સેવાભાવ દ્વારા શિક્ષણ મેળવવા માટે અભ્યાસક્રમના પુસ્તકો જો એક બીજા પરસ્પર આપલે કરે અથવા જરૂરિયાતમંદને વિતરણ કરે તો શિક્ષણનો આર્થિક બોજ પણ થોડો હળવો થઈ શકે.
શાળાઓમાં રીઝલ્ટ આવી ગયા છે, વેકેશન પડી ગયું છે, ૫૦૦૦ કે તેથી વધુ કિંમતના પુસ્તકો ૭ કે ૮ રૂપિયે કિલોના ભાવે પસ્તીવાળાને વેચી કચરામાં આપવાને બદલે જેની પણ પાસે પુસ્તકો છે, તેણે તેમની વિગતો/ફોટા અને નામ-નંબર સાથે પોતાના સલંગ્ન વોટ્સએપ ગ્રુપમાં વિગતવાર પુસ્તકોની યાદી દર્શાવીને વોટ્સએપ ગ્રુપમાં મુકવા જોઈએ. જો કોઈને તે પુસ્તકોની જરૂર હોય તો તે વ્યક્તિ રૂબરૂ વાત કરશે અને બીજાનું કામ પૈસા વગર થઈ જશે. અને ૫૦૦૦ કે તેથી વધુ કિંમતના પુસ્તકો ૪૦ /૫૦ રૂપિયાની કિંમતે કચરાપેટીમાં જતાં અટકાવી શકાશે. અને એટલા નવા પુસ્તકોનું પ્રિન્ટીંગ પણ ઓછું થશે.. આમ નવા પુસ્તકો છાપવા માટે કાગળની આવશ્યકતા હોય છે અને કાગળના ઉત્પાદન માટે વૃક્ષોનો ઉપયોગ થાય છે. જૂના પુસ્તકોનો ઉપયોગ એટલે કાગળનો ઓછો ઉપયોગ અર્થાત્ . ઓછા વૃક્ષોનું કપાણ..અને વૃક્ષો ઓછી માત્રામાં કપાવાથી પર્યાવરણ પણ ઘણાં અંશે દૂષિત થતું અટકશે. વળી આપના હાથે વિદ્યાનું દાન પણ થશે…!! આપના દ્વારા કરવામાં આવેલ એક નાનકડો પ્રયાસ પણ પરોક્ષરીતે વૃક્ષોનું જતન કરવામાં મદદરૂપ થશે.. આપે વાપરેલ જૂના પુસ્તકો એક પુસ્તક બેંકની ગરજ સારશે. શકય હોય તો આ અંગે અવશ્ય વિચારો અને પર્યાવરણને દૂષિત થતું બચાવો.
Recent Comments