બોલિવૂડ

અજય દેવગણનું OTT પ્લેટફોર્મ પર ડેબ્યૂ, ડિઝની હોસટાર પર જોવા મળશે તેની આગામી વેબ સીરીઝ

બોલિવૂડનો વર્સેટાઈલ કલાકાર અજય દેવગણ આગામી સમયમાં વેબસીરીઝમાં જોવા મળશે. રુદ્રા નામની વેબસીરીઝનું ટ્રેલર લોન્ચ થઇ ચૂકી છે. ડિઝની હોતસ્ટાર પર અજય વેબ સીરીઝ માં કોપ્સના રોલમાં જોવા મળશે. એની સાથે સાઉથ એક્ટ્રેસ રાશિ ખન્ના પણ જોવા મળશે.   બોલિવૂડના સિતારાઓ પણ વેબ સીરીઝ ના નાના પડદે ડેબ્યુ કરી રહ્યા છે. જોકે આ પહેલા સમાચાર પણ સાંભળવા મળ્યા હતા કે અક્ષય કુમાર સહિતના અન્ય દિગ્ગજ બોલીવુડ કલાકારો પણ વેબ સીરીઝ માં આવી રહ્યા છે. જેમાં સૌથી પહેલા મોટા કલાકારોમાં અજય દેવગણ ડેબ્યું કરી રહ્યો છે.    

આ વેબ સીરીઝ બીબીસી લ્યુથર ની રિમેક છે પરંતુ અજય દેવગન જે રીતે સિંઘમ, ગંગાજલ સહિતના ના રોલમાં ઝનુની સ્ટાઇલમાં જોવા મળ્યો હતો. તે રીતે અહીં જોવા નહીં મળે. અજય દેવગણ આ સીરીઝમાં ઈન્ટેલિજન્ટ ઓફિસર અને એક જિદ્દી ઓફિસરનો રોલ કરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.  

આગામી સમયમાં જલ્દીથી આપણને હોટસ્ટાર પર જોવા મળશે. હોટસ્ટાર પર એક પછી એક વેબ સીરીઝ આવી રહી છે. પહેલા લોકો નવી ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા પરંતુ હવે નવી વેબ સીરીઝ ની રાહ જોવાની લોકોને ટેવ પડી ગઈ છે. કેમકે વેબ સીરીઝ ની સ્ટોરી ઘણી રસપ્રદ લોકોને લાગી રહી છે.

Related Posts