અજય દેવગન અને તબ્બુની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘ઔરો મેં કહાં દમ થા’ નું ટીઝર રિલીઝ થયું
શુક્રવારે સવારે ફિલ્મ નિર્માતાઓ દ્વારા બૉલીવુડ અભિનેતા અજય દેવગન અને તબ્બુની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘ઔરો મેં કહાં દમ થા’ નું ટીઝર રિલીઝ કર્યું હતું. આ ફિલ્મના ટીઝરમાં અજય દેવગન અને તબ્બુની દમદાર ઝલક જોવા મળી હતી. ખાસ વાત એ છે કે આ ફિલ્મમાં તબ્બુ અને અજય દેવગનની જોડી ફરી એકવાર સાથે જોવા મળવાની છે,
જેને લઈને ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. ફિલ્મનું નામ ‘ઓરોં મેં કહાં દમ થા’ છે, જેનું ટીઝર પણ ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે. ‘શૈતાન’ અને ‘મેદાન’ જેવી ફિલ્મોમાં પોતાના દમદાર અભિનય પછી અજય દેવગન હવે નવી ફિલ્મની તૈયારીમાં વ્યસ્ત છે, જેનું ટીઝર અભિનેતાએ તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે. ખાસ વાત એ છે કે આ ફિલ્મમાં તબ્બુ અને અજય દેવગનની જોડી ફરી એકવાર સાથે જોવા મળવાની છે.
Recent Comments