નવરાત્રિના પ્રથમ દિવસે આવક વેરા વિભાગે પાડેલી રેડથી મહારાષ્ટ્રમાં રાજકરણમાં ગરમાવટો આવ્યો છે. એનસીપીના વડા શરદ પવારના ભત્રીજા અને રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર અને તેમના સગાંસંબંધીના ઠેકાણે રેડ પાડવામાં આવી હતી. આ રેડ પર શરદ પવારે ફરી કેન્દ્રની સરકાર અને સત્તાધારી ભાજપ સામે લક્ષ સાધ્યું હતું. અજિત પવાર સંબંધિત કંપની પર દરોડો પાડયો એની પાછળ ઉત્તર પ્રદેશમાં લખીમપૂર ખીરીમાં થયેલા હિંસાચાર પ્રકરણમાં કેન્દ્ર સરકાર સામે લીધેલી આક્રમક ભૂમિકાને લીધે કાર્યવાહી કરાઈ એવું દેખાઈ રહ્યું છે, એમ શરદ પવારે જણાવ્યું હતું.હતું.
મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા શરદ પવારના પરિવારજનોને ઇન્કમ ટેક્સ વિભાગે (આઇટી) એકપછી એકને સપાટામાં લેવાની શરૂઆત કરી દીધી છે. આજે સાકર કારખાના સહિત અનેક જગ્યાએ આઇટીએ રેડ પાડતાં સનસનાટી વ્યાપી હતી. રાજકીય વર્તુળોમાં તર્ક ર્વિતકો થવા લાગ્યા છે. શરદ પવારના ભત્રીજા અને રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના સંબંધિત સાકર કારખાનાના સંચાલકોના ઘરે આજે સવારથી આઇટીએ રેડ પાડી હોવાની માહિતી પ્રકાશમાં આવી છે. સાતારાની જરંડેશ્વર સાકર કારખાના પર આઇટી વિભાગે છાપો માર્યો હતો. ફક્ત જરંડેશ્વર નહીં પણ દોંડ સુગર, આંબલિક સુગર, પુષ્પદનતેશ્વર સુગર અને નંદુરબાર ખાનગી સાકર એમ પાંચ સાકર કારખાના સામે કાર્યવાહી કરી હોવાનું જાણવા મળ્યું છે.
આ બધા સાકર કારખાના અજીત પવારના નિકટવર્તીના છે. દરમિયાન અજિત પવારની બહેન વિજ્યા પાટીલના મુક્તા પબ્લિકેશન હાઉસ પર પણ આઇટી વિભાગે રેડ પાડી હતી. આઇટી વિભાગના ચાર અધિકારીઓ મુક્તા પબ્લિકેશનમાં દસ્તાવેજાેની જીણવટભરી તપાસ કરી રહ્યા છે. વિજ્યા પાટીલના કોલ્હાપુર સ્થિત ઘર પર પણ આઇટી વિભાગે છાપો હતો, પણ વિજ્યા પાટીલ પુઇખડી ખાતેના ઘરમાં ઉપસ્થિત હતા. આઇટી વિભાગે કરેલી કાર્યવાહી બદલ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે આ કાર્યવાહી પર પ્રતિક્રિયા આપતાં પોતાની નારાજગી અને ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તેઓ મુંબઈમાં મિડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું કે મને નથી લાગતું કે મારી સાથે સંબંધિત કંપની પર રેડ પાડી તેનું મને લાગી આવ્યું નથી. પરંતુ અફસોસની વાત છે કે મારી બહેન જેને રાજકારણ અથવા કંપનીઓ સાથે સીધો સંબંધ નથી. તેનો માત્ર લોહીથી સંબંધ હોવાથી તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે, એમ નાયબ મુખ્ય મંત્રી અજિત પવારે જણાવ્યું હતું. રેડ કોના પર કરવી તે ઇન્કમ ટેક્સ વિભાગનો અધિકાર છે. જાે કંઈ શંકા આવી તો આઇટી રેડ મારી શકે છે. તે પ્રકારે મારા સાથે સંબંધિત કેટલીક કંપની પર રેડ પાડી છે. અમે દર વર્ષે કરવેરો ભરીએ છીએ. રાજ્યના નાણાં મંત્રી તરીકે હું સારી રીતે જાણું છું કે કેવી રીતે નાણાકીય શિસ્ત લગાડી શકાય, કઈ રીતે ટેક્સ ન ભરવો તેથી મારી સંબંધિત કંપનીઓનો ટેક્સ સમયસર ચૂકવવામાં આવે છે, એમ ભારપૂર્વક અજિત પવારે જણાવ્યું હતું. રાજકીય હેતુથી રેડ પાડી છે કે શું તે ફક્ત ઇન્કમ ટેક્સ વિભાગ જ કરી શકશે. મારા સાથેની સંબંધિત કંપની પર રેડ પાડી તે બાબતે મારે કશું કહેવું નથી. કારણ કે હું પણ એક નાગરિક છું. ફક્ત એક વાત ખરાબ લાગી છે. મારી કોલ્હાપુરની એક બહેન અને પુણેમાં રહેતી બે એમ ત્રણ બહેન છે. તેઓના લગ્ન ૩૫ થી ૪૦ વર્ષ પહેલા લગ્ન થયા છે. અને તેઓને સંસાર શરૂ છે. તેના પર કાર્યવાહી શરૂ છે. તો પછી આની પાછળ શું કારણ હું સમજી શક્યો નથી, એમ અજીત પવારે જણાવ્યું હતું. મારી બહેનોનો વ્યવસ્થિતપણે પોતાનું જીવન જીવે છે. તેમના છોકરા-છોકરી પરિણીત છે. તેમના પૌત્રો છે. તેમને અજિત પવારના સંબંધી તરીકે જાેવામાં આવે છે. તો રાજ્યની જનતાએ વિચારવું જાેઈએ કે કઈ સ્તરે વિવિધ સંસ્થાઓનો ઉપયોગ થઈ રહ્યો છે, એમ અજિત પવારે જણાવ્યું હતું.
Recent Comments