fbpx
ગુજરાત

અઠવા લાઇન્સમાં મંદિરમાંથી ભગવાનની મૂર્તિ ચોરાઇ જતાં ભક્તોમાં રોષ

અઠવા લાઇન્સ ગોકુલમ ડેરી નજીકના રોડ ઉપર આવેલા ભગવાન મામાદેવના મંદિરમાંથી મૂર્તિ ચોરાઈ જતા ભાવિકોમાં રોષની લાગણી ફેલાઈ છે. અંદાજે૧૦૦ વર્ષ જુના આ મંદિરમાં દર વર્ષે મંદિરની સાલગીરી સહિતના તમામ ધાર્મિક કાર્યકમો રંગે ચંગે ઉજવવામાં આવતાં હતાં. જાે કે તસ્કરોએ દાન પેટી, આભૂષણો કે ચીજવસ્તુઓની જગ્યાએ ભગવાનની પ્રતિમાને જ નિશાન બનાવી હતી. મૂર્તિ ચોરી જવા અંગે ભાવિકોએ ફરિયાદ દાખલ કરાવતા ઉમરા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

મંદિરના સંચાલક અશોકભાઈએ જણાવ્યું હતું કે, આ ખૂબ જ દુઃખદ ઘટના છે. અગાઉ મંદિરોમાંથી દાન પેટી કે પછી કિંમતી વસ્તુઓ ચોરાઈ જવાની વાતો જાેવા કે સાંભળવા મળતી હતી. જાે કે આ વખતે તો તસ્કરોએ માઝા મૂકી હોય તેમ સામે આવ્યું છે. તસ્કરો ભગવાનની મૂર્તિઓ જ ચોરી રહ્યા છે. મામા દેવ મંદિરમાં શુક્રવારની સાંજે પૂજા કર્યા બાદ મંદિર બંધ કરવામાં આવ્યું હતું. આજે સવારે પૂજા પાઠ માટે મંદિર ખોલતા મૂર્તિ ગાયબ હતી.

મામાદેવની પ્રતિમા મંદિરમાંથી ચોરી થતા ભાવિકોમાં રોષ ફેલાયો છે. આ મંદિર ૧૦૦ વર્ષથી વધુ જૂનું છે. લોકો માનતા લઈને આવતા હોય છે. લોકોની આસ્થાનું પ્રતીક છે. ઉમરા પોલીસમા આ બાબતે ફરિયાદ આપી છે. પોલીસે વધુ તપાસ હાથધરી છે. જાે કે અશોકભાઈએ કહ્યું કે, અમે ચોરને વિનંતી કરીએ છીએ કે, મૂર્તિ પાછી મૂકી જાય, ભગવાન અને ભક્તોની હાય આવા લોકોને ક્યારેય છોડતી નથી.

Follow Me:

Related Posts