અમદાવાદ શહેરના ઇન્ચાર્જ પોલીસ કમિશનર અજય ચૌધરીએ ખુદ શહેરના સંવેદનશીલ વિસ્તારમાં જઈને વાહન ચેકિંગ કર્યા હતા તેમજ શહેરની અન્ય પોલીસને પણ આમ કરવા માટે સૂચન કર્યા હતા.અમદાવાદ શહેરમાં શહેરમાં દરેક ચાર રસ્તા પર વાહન ચેકીંગ તેમજ અન્ય ચેકીંગ હાથ ધરવમાં આવ્યું હતું.લોકો પણ આટલી બધી પોલીસ જાેઈને નવાઈ પામી રહ્યા હતા.પણ આની પાછળ લોકોને પરેશાન કરવાનું કોઈ કારણ ન હતું પણ લોકો અને પોલીસ વચ્ચે અંતર ઘટે તેમજ પોલીસ લોકો સાથે અને લોકો વચ્ચે જ છે તે કરવા માટે પ્રયાસ કર્યો હતો.
અમદાવાદ શહેરના ઇન્ચાર્જ પોલીસ કમિશનર અજય ચૌધરી પણ શહેરના દરિયાપુર, કાલુપુર અને સંવેદનશીલ વિસ્તારમાં સ્થાનિક પોલીસ સાથે જાેડાયા હતાં જેના કારણે પોલીસ પણ ઉચ્ચ અધિકારી તેમની સાથે કામગીરી કરી રહ્યાં છે. તે જાેઈને ઉત્સાહિત હતા. બીજી તરફ સરપરાઇઝ ચેકીંગ અને લોકોની વચચે પોલીસ હોવાથી લોકો પોતાને સુરક્ષિત માની રહ્યા હતા.આ અંગે શહેર પોલીસ કમિશનર અજય ચૌધરીએ જણાવ્યું કે ગુનેગારો પણ પોલીસ ફિલ્ડમાં વધુમાં વધુ હોય તો ડરતા રહે છે.બીજી તરફ લોકો પણ વિશ્વાસ અનુભવે છે કે પોલીસ છે તો તેઓ સુરક્ષિત છે.
આગામી દિવસમાં પોલીસ અને લોકો વચ્ચે અંતર ઘટે તેવો પ્રયાસ કરવાના છીએ.પોલીસ અને પ્રજા વચ્ચે વધી રહેલા અંતર તેમજ પોલીસના ડરના કારણે ગુનેગારોને કંટ્રોલ કરી શકાય તે માટે અમદાવાદ શહેરના પોલીસ કમિશનર સહિત મોટા ભાગની પોલીસ શહેરના માર્ગો પર જાેવા મળી હતી. પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારમાં વાહન ચેકિંગ તેમજ સરપ્રાઈઝ ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું. જેના કારણે શહેરમાં લોકોએ પોલીસ રસ્તા પર હોવાથી પોતે સુરક્ષિત હોય તેવી લાગણી અનુભવી હતી. બીજી તરફ પોલીસ આટલા મોટા પ્રમાણમાં રસ્તા પર હોવાથી ગુનેગારો પણ ફફડી રહ્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું.
Recent Comments