અડાલજના યુવાન સાથે ઓનલાઈન ઈ-બાઈકના નામે છેતરપિંડી
અડાલજ ત્રી મંદિર પાસે એપીટીએલ બિલ્ડીંગમાં રહેતા ૨૫ વર્ષીય અક્ષય વિનોદભાઈ જાેષીને નોકરી જવા આવવા માટે બાઈકની જરૂરિયાત હોવાથી ઓક્ટોબર ૨૦૨૦ માં ઈ-બાઈકનું રિવોલ્ટ બાઈક કેર નામની વેબ સાઈટ ઉપર બુકિંગ થયું હતું. આથી અક્ષયે કંપનીની વેબ સાઈટ ઓપન કરીને બુકિંગ કરાવ્યું હતું. ત્યારે થોડી વારમાં જ તેના મોબાઈલ ઉપર એક ફોન આવ્યો હતો. સામે વાળી વ્યક્તિએ કંપનીના મેનેજર તરીકેની ઓળખાણ આપી ઈ બાઈકની કિંમત રૂ. ૧. ૧૯ લાખ જણાવી રજિસ્ટ્રેશન ફી પેટે ૭ હજાર ૯૯૯ ટ્રાન્સ્ફર કરવાની વાત કરી હતી. જેથી અક્ષયે તેણે આપેલા એસબીઆઈ બેંક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સ્ફર કરી દીધા હતા.
ટેક્સ પેટે પણ ૨૫ હજાર આપવા પડશે. જેથી એ પૈસા પણ અક્ષયે ટ્રાન્સ્ફર કર્યા હતા. આમ ફરીવાર પણ ઈ બાઈકની હોમ ડીલીવરી પાંચ છ દિવસમાં કરી દેવામાં આવશે તેવો વિશ્વાસ આપી બીજા ૫૩ હજાર ૯૯૯ પણ માંગ્યા જેથી અક્ષયે સંબંધીના એકાઉન્ટમાંથી ટ્રાન્સ્ફર કરી દીધા હતા પછી બાકીના ૩૨ હજાર પણ માંગવામાં આવ્યા હતા. ત્યારે જઈને અક્ષયને શંકા ગઈ હતી એટલે સામે વાળી વ્યક્તિએ ઉક્ત કંપનીના સિનિયર મેનેજર અશોકકુમારનાં નામના પુરાવા વોટ્સઅપ કર્યા હતા. અક્ષયે મોબાઈલમાં સર્ચ કરતાં કંપનીની ઓરિજિનલ વેબસાઇટ જાેવા મળી હતી. જેનાં પર ફોન કરતા માલુમ પડયું હતું કે કંપની આ પ્રકારે ઓનલાઇન બુકિંગ કરતી નથી. આથી પોતાની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થતાં અક્ષયે અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે.અડાલજનાં યુવાનને વેબ સાઈટ થકી ઓનલાઇન ઈ બાઈક બુક કરવાનું ભારે પડી ગયું છે. વેબ સાઈટ પર જેવું યુવાને બુકિંગ કર્યું કે થોડીક વારમાં જ વિવિધ બહાને રૂપિયા પડાવવાનો સિલસિલો શરૂ થતાં ઈ સ્કુટરની લાલચમાં યુવાને માંગ્યા મુજબના ૮૭ હજાર પણ ટુકડે ટુકડે ટ્રાન્સ્ફર કરી દીધા હતા. જે બાદ પોતાની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થતાં અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે.
Recent Comments