અડાલજ ખાતે ગુજકોમાસોલની ૬૧ મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ
ગુજકોમાસોલ દ્વારા સભાસદ સંસ્થાઓ ને ૨૨ % ડિવિડન્ડ જે સમગ્ર દેશમાં સહકારી સંસ્થા દ્વારા આપવામાં આવતું સૌથી વધુ ડિવિડન્ડ છે : દિલીપ સંઘાણી વિવિધ જણસોની ખરીદી ગુજકોમાસોલને આપવા બદલ માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ આભાર : બીપીન પટેલ ( ગોના ) ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન લિ . ની ૧૧ મી વાર્ષિક સાધારણસભા શ્રી અન્નપુર્ણાધામ અડાલજ , ગાંધીનગર ખાતે યોજાઇ , જેમાં રાજ્યસભા સાંસદ શ્રી નરહરીભાઈ અમીન , જી.એસ.સી.બેંકનાં ચેરમેન શ્રી અજયભાઈ પટેલ , ગુજરાત રાજ્ય સહકારી સંઘના અધ્યક્ષ શ્રી ઘનશ્યામભાઈ અમીન , ગુજકોમાસોલ બોર્ડના સભ્યો , રાજ્યની વિવિધ સહકારી સંસ્થાના આગેવાનો , ક્રિભકોના ડાયરેક્ટર શ્રી પરેશભાઈ પટેલ તથા શ્રી મગનભાઇ વડાવિયા સહીતના સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા . ગુજરાત ભાજપ સહકારી સેલના સંયોજક તેમજ ગુજકોમાસોલના વાઈસ ચેરમેન શ્રી બીપીનભાઈ પટેલ ( ગોતા ) એ સ્વાગત પ્રવચનમાં સહકારી પ્રવૃત્તિની વાત કરી સૌ મહાનુભાઓને આવકાર્યા હતા
તેમજ સરકાર દ્વારા પી.એસ.એસ. ( ટેકાના ભાવની ખરીદી ) યોજના હેઠળ થતી વિવિધ જણસોની ખરીદી ગુજકોમાસોલને આપવા બદલ કેન્દ્રીય સહકારીતા અને ગૃહ મંત્રી માનનીય શ્રી અમિતભાઈ શાહ તેમજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ નો આભાર વ્યક્ત કર્યો હતો . પ્રદેશ ભાજપા અધ્યક્ષ શ્રી સી.આર. પાટિલ સાહેબે સહકારી સંસ્થાઓમાં મેન્ડેટ દ્વારા આપણી વિચારધારા વાળા કાર્યકર્તાને કામ કરવાની તક આપવાનો નિર્ણય કરેલ . આજે રાજ્યની ૩૬૦ માંથી ૩૨૬ સંસ્થાઓમાં આ પ્રકારે મેન્ડેટ દ્વારા ચેરમેન , વાઈસ ચેરમેન , તથા બોર્ડ ઓફ રેિકટર તરીકે વિવિધ સંસ્થાઓમાં કરવામાં આવેલ નિમણુકની વાત કરી હતી . પાટિલ સાહેબના આ નિર્ણયને સૌ સહકારી કાર્યકર્તાઓ એ એકી અવાજે હર્ષભેર સ્વિકારવા બદલ ખુશી વ્યક્ત કરી સૌનો આભાર માન્યો હતો .
બાદમાં રાજ્યની વિવિધ સહકારી સંસ્થાઓ દ્વારા ગુજકોમાસોલના અધ્યક્ષ શ્રી દિલીપભાઈ સંઘાણી તેમજ ઉપાધ્યક્ષ શ્રી બીપીનભાઈ પટેલ ( ગોતા ) નું સન્માન કરવામાં આવ્યું હતું . સંસ્થાના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે , “ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થઇ રહી છે ત્યારે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીજીએ સહકારી પ્રવૃત્તિ ને વધુ વેગવાન બનાવવા સારૂં “ સહકાર થી સમૃદ્ધિ ” મંત્ર સાથે અલગથી સહકાર મંત્રાલય બનાવવા બદલ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો અભાર માન્યો હતો . તેમજ ગુજકોમાસોલ દ્વારા ૨૨ % ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી હતી . જે સમગ્ર દેશમાં સહકારી સંસ્થા દ્વારા આપવામાં આવતું સૌથી વધુ ડિવિડન્ડ છે . ૨૨ % લેખે સંસ્થા દ્વારા સતત ત્રીજા વર્ષે ડિવિડન્ડ આપી સંસ્થાએ નવો કીર્તિમાન સ્થાપ્યો છે . તદુપરાંત ગુજકોમાસોલ દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિ તેમજ ભાવી આયોજનો વિષે સૌને માહિતગાર કર્યા હતા . કાર્યક્રમ ને અંતે ગુજકોમાસોલના ડીરેકટર શ્રી વાડીલાલભાઈ પોકારે અભાર વિધિ કરી હતી ,
Recent Comments