fbpx
ગુજરાત

અડાલજ નર્મદા કેનાલમાંથી પ્રેમીપંખીડાની લાશ મળી આવતા ચકચાર મચી

ગાંધીનગરનાં અડાલજ પોલીસ મથકની હદ વિસ્તારમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં અજાણ્યા પ્રેમી પંખીડાએ એકબીજાના હાથે દુપટ્ટો બાંધી આપઘાત કરી લીધો હતો. ગઈકાલે પ્રેમિકા તેમજ પ્રેમીની પણ આજે કેનાલમાંથી વિકૃત હાલતમાં લાશ મળી આવતા અડાલજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસનો દોર હાથ ધર્યો હતો.

અડાલજ ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં લાશ તરતી હોવાની જાણ થતાં અડાલજ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ધવલસિંહ બળદેવસિંહ કેનાલ પર દોડી આવ્યા હતા. અને કેનાલમાંથી લાશ બહાર કઢાવી હતી. આ અંગે આસપાસના વિસ્તારોમાં પૂછતાંછ કરતાં કોઈ ફળદાયી હકીકત પોલીસને મળી ન હતી. અજાણી યુવતીની લાશ બે ત્રણ દિવસ જૂની હોવાનાં કારણે શરીર પરથી ચામડી ઉતરી ગઈ હતી. જે આશરે ૧૭ થી ૨૦ વર્ષીય હોવાનું પોલીસે અનુમાન કર્યું હતું. અજાણી યુવતીએ શરીરે ગુલાબી રંગનું ટોપ તેમજ કાળા રંગની લેંઘી પહેરેલ છે. જેનાં જમણા હાથમાં મરુંન કલરનો દુપટ્ટો બાંધેલો મળી આવ્યો હતો. જે અધ વચ્ચેથી તૂટેલો હતો. મરનાર યુવતીએ જમણા હાથે કાળો દોરો તેમજ ગળામાં પણ નાના ચપ્પા સાથેનું માદળિયું છે.

ગાંધીનગરમાંથી પસાર થતી જીવાદોરી સમાન નર્મદા કેનાલ ડાઈંગ સ્પોટ બની ચૂકી છે. જિલ્લામાંથી પસાર થઈ નર્મદા કેનાલમાં અવારનવાર લાશો મળી આવવાનો સિલસિલો યથાવત છે. એમાંય માત્ર અડાલજ પોલીસ મથકની હદ વિસ્તારમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં છેલ્લા ચાર મહિના દરમિયાન ૩૭ લોકોની લાશો મળી આવી છે. જ્યારે છેલ્લા બે દિવસમાં વધુ બે લાશો મળી આવતા કુલ આંકડો ૩૯ પહોંચ્યો છે.

Follow Me:

Related Posts