ગાંધીનગરના અડાલજ અને વટવા વિસ્તારમાં મોબાઇલ ટાવરમાં લગાવેલ એરટેલ કંપનીના બીટીએસમાંથી એબિઆ કાર્ડની ચોરી કરી ૪ય્/૫ય્ નેટવર્ક ખોરવી નાખનાર ચોરને લોકલ ક્રાઇમની ટીમે પૂર્વ બાતમીના આધારે ઝડપી પાડી રૂ. ૬.૯૧ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ૧૯ કાર્ડની ચોરીનાં ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે. અમદાવાદના વેજલપુરમાં રહેતાં જીતેન્દ્રકુમાર લાલજીભાઈ પરનાલીયા આર.એસ.સિક્યુરીટી કંપનીમાં ફિલ્ડ ઓફીસર તરીકે ફરજ બજાવે છે. જેમની સિક્યુરિટી કંપનીનાં માણસો ઇન્ડસ મોબાઇલ ટાવરની દેખરેખ માટે પેટ્રોલીંગ કરતાં રહે છે.
આજથી પાંચેક દિવસ અગાઉ જીતેન્દ્રકુમારને જાણ થઈ હતી કે, એસ.પી.રીંગરોડ આર્શીવાદ હોસ્પીટલની બાજુમાં આવેલ ઔડાના ઓપન પ્લોટમાં આવેલ ઇન્ડસ મોબાઇલ ટાવરનું નેટવર્ક ઠપ્પ થઈ ગયું છે. આથી તાત્કાલિક તેઓ ઉક્ત દોડી જઈ તપાસ કરતા એરટેલ કંપનીના બી.ટી.એસમાંથી બે નંગ એબિઆ(છમ્ૈંછ) કાર્ડની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. આ મામલે અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થતાં લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઈ દિવાનસિંહ વાળાએ અત્રેના વિસ્તારમાં તપાસ કરવા સ્ટાફના માણસોને સૂચના આપી હતી.
જે અન્વયે કોન્સ્ટેબલ રાજવીર સિંહની બાતમીના આધારે દિનેશ રાજેશકુમાર યાદવ (રહે. વટવા, મૂળ રહે. રાજસ્થાન) ની ધરપકડ કરી કડકાઈથી પૂછતાંછ શરૂ કરાઈ હતી. ત્યારે તેણે કબુલાત કરી હતી કે, પોતે એરટેલ કંપનીના પેટા કોન્ટ્રાક્ટમાં કામ કરતી વાયરલેસ ટેલિઈન્ફ્રા પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં નોકરી કરે છે. અને અત્યાર સુધીમાં અડાલજ તેમજ વટવા વિસ્તારનાં મોબાઇલ ટાવરોમાંથી ૧૯ નંગ એબીયા કાર્ડની ચોરી કરી છે. જેની પાસેથી એલસીબી ચોરી કરેલા કાર્ડ તેમજ મારુતિ કાર સહિત કુલ રૂ. ૬.૯૧ લાખનો મુદામાલ જપ્ત કરી બંને ગુનાનો ભેદ ઉકેલી દેવામાં આવ્યો છે.


















Recent Comments