જો દિવાળી પહેલા ખેડૂતો માટે આર્થિક પેકેજ મુખ્યમંત્રી જાહેર નહીં કરે તો ઉપવાસ આંદોલન કરવાની ચીમકી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરીએ આપી છે
ચાલુવર્ષેઅવિરત વરસાદ પડવાથી સમગ્ર અમરેલી જિલ્લામાંખેડૂતોનો ચોમાસુપાક સદંતર નિષ્ફળ ગયો છે, અમરેલી જિલ્લામાંમુખ્યત્વેકપાસ, મગફળી, સોયાબીન જેવા પાકોનુંવાવેતર સૌથી વધુપ્રમાણમાંથાય છે, અનેઆ તમામ પાકો સતત વરસાદ પડવાના લીધેસદંતર નિષ્ફળ ગયા છે, આ પાકો માટે ખેડૂતોનેખેડકામ, ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ, પિયત,મજૂરી ખર્ચ, વગેરે જેવા ખર્ચાઓનો સરવાળો કરીનેએક વીઘે૧૨૦૦૦ થી ૧૫૦૦૦ રૂપિયાનો ખર્ચો થાય છે, જેની સામેSDRF ના ૮૫૦૦ તથા રાજ્ય સરકારના ૨૫૦૦ રૂપિયા એમ બંનેમળીને૧૧૦૦૦ રૂપિયા પ્રતિ હેક્ટર સહાય ચૂકવવામાંઆવેછે,
જે ખૂબ જ ઓછા પ્રમાણમાં કહેવાય અનેતેસહાયથી ખેડૂતોએ વિઘા દીઠ કરેલ ખર્ચો પણ નીકળતો નથી, માટે સર્વેના નાટક બંધ કરીને ખેડૂતોનેમદદરૂપ થવા માટે તથા કુદરતી આફતમાંથી ખેડૂતોનેઉગારવા માટે સર્વેકર્યાવગર ખેડૂતોનેવીઘા દીઠ ૨૫૦૦૦ રૂપિયાની સહાય ખેડૂતોના બેન્ક ખાતામાંસીધી જમા કરવામાંઆવે, તથા હિન્દુ ધર્મનો પવિત્ર અનેસૌથી મોટો તહેવાર દિવાળીના જ્યાર ગણતરીના જ દિવસો બાકી રહ્યા હોય ત્યારે ખેડૂતો પોતાના પરિવાર સાથેખુશહાલીથી દિવાળીનો તહેવાર સારી રીતેઉજવી શકે તે માટે રાજ્ય સરકાર ખેડૂતોનેઅતિવૃષ્ટિથી થયેલ પાક નુકશાનીની સહાયની રકમ ખેડૂતોના સીધા બેંક ખાતામાં દિવાળી પહેલા જમા કરવામાંઆવે, અનેઆના માટે ખેડૂતોનેઅતિવૃષ્ટિથી થયેલ પાક નુકશાનીના વળતર માટે ગુજરાતના મુખ્યમંત્રી દિવાળી પહેલાઆર્થિક સહાય માટેનું ટે પેકેજ જાહેર કરે, અનેજો ગુજરાતના મુખ્યમંત્રી ખેડૂતો માટેનું ટે આર્થિક સહાય પેકેજ દિવાળી પહેલા જાહેર ન કરે તો ઉપવાસ આંદોલન કરવાની ચીમકી અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી ડે એ ઉચ્ચારી છે


















Recent Comments