અતિવૃષ્ટિ અને સતત જીણા વરસાદના કારણે ખેડૂતો પાઇમાલ થયા છે માત્ર બે દિવસનું વિધાનસભા સત્ર બોલાવી આવી કોઈ ચર્ચા કરવામાં ભાજપને રસ નથી : વિરજી ઠુંમર
અતિવૃષ્ટિ અને સતત જીણા વરસાદના કારણે ખેડૂતો પાઇમાલ થયા છે. નિષ્ઠુર ભાજપ સરકાર ખેડૂતો કે સામાન્ય લોકો ગરીબ લોકોને નાના વેપારીઓને બરબાદ કરી રહી છે તે અંગે પ્રત્યાઘાત આપતા અને ખેડૂતોના હિતમાં એક નિવેદન કરી કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુંમરે જણાવ્યું હતું કે, આ સરકાર જો ખેડૂતોના હિતમાં હોય તો માત્ર બે દિવસનું વિધાનસભા સત્ર બોલાવી અને ખેડૂતોની કોઇપણ વિકાસની બાબતોમાંથી છટકી ન શકે, પરંતુ ભાજપ સરકાર માત્ર બણગા ફુકવામાં માહિર છે. વિધાનસભામાં બે દિવસ મેં જોયું વિજયભાઈ રૂપાણી, નીતિનભાઈ પટેલ અને પૂર્વ મંત્રીઓના સતત નવા મંત્રીમંડળના સભ્યોએ વડાપ્રધાન અને ગૃહપ્રધાન અને ભાજપના વખાણ કર્યા સિવાય કંઈ કર્યું જ નથી.
લાઠી-બાબરાના ધારાસભ્ય વિરજી ઠુંમરે જણાવ્યું હતું કે, હાલ જીણા વરસાદના કારણે મગફળીનો પાક નિષ્ફળ ગયો છે. તલ, તુવેર, સોયાબીનનો પાક પણ બળી ગયેલ છે. શાકભાજી મફતના ભાવમાં ખેડૂતો વેંચી રહ્યા છે અને લોકોને મોંઘુ શાકભાજી લેવું પડે છે. મરચા નદીમાં ઠલવાઇ રહ્યા છે. ત્યારે કૃષિમંત્રીએ કરેલી જાહેરાત ‘લાભ પાંચમે મગફળી ખરીદશે’ લાભ પાંચમને તો હજુ એક માસ કરતા વધુ સમય છે ખેડૂતોના નવા પાક બજારમાં વેચાણમાં આવવા લાગ્યા છે ત્યારે ખેડૂતો સરકારને મગફળી કયા પ્રમાણે વેચશે, પોર્ટલમાં ખેડૂતોએ અરજી કરવી કે સીધી ખેડૂતોના ઘરેથી ખરીદવા માંગે છે? નાફેડ અને ગુજકોમાસલ જેવી સંસ્થા હોવા છતાં ભ્રષ્ટાચાર કરવા માટે પુરવઠા વિભાગ જે વિભાગ ગરીબ માણસોનો પુરવઠો બારોબાર વેંચી ખાય છે તે વિભાગ પર વિશ્વાસ નથી. તેના મારફત ખરીદવા માંગે છે? અગાઉ મગફળી ખરીદીમાં ભ્રષ્ટાચાર થયો છે મગફળી તો બળી ગઈ તેમાં બારદાન પણ બળી ગયા. તે અંગે કોઇ તપાસ પંચ નીમી નવી સરકાર જો સાચી હોય તો તપાસ કરવા માંગે છે કે કેમ?
તેઓએ જણાવ્યું હતું કે, જૂના મંત્રીઓને આ કૌભાંડને કારણે નિષ્ફળ ગયેલા વડાપ્રધાને એક જાટકે બદલી નાખ્યા છે. પંજાબની નવી સરકાર 1200 કરોડ વીજબીલ ખેડૂતો અને નાના વેપારીઓના માફ કરેલ છે ત્યારે 27 વર્ષથી ગુજરાતની પ્રજા મત આપે છે આપ આ અંગે કઈ કરવા માંગો છો કે કેમ? તેવું ગુજરાતની જનતા પ્રજાજોગ નિવેદન કરી નવી બનેલી સરકાર આ બાબતે કોઇ ખુલાસો કરશે.
વધુમાં ધારાસભ્ય વિરજી ઠુંમરે જણાવ્યું હતું કે, રોડ-રસ્તા માટે નવા બનેલા મંત્રી પોતાના વોટસએપ ઉપર માહિતી માંગી તેમાં અમરેલી જિલ્લા અને લાઠી-બાબરા ના તમામ રસ્તાઓ તુટી ગયા છે, જાગૃત નાગરીક ફોન કરી ‘વિરજીભાઇ આ રસ્તાઓ ક્યારે રીપેર થશે’ તેવા ખુલાસા માંગે છે. વોટસએપ ઉપર તુટેલા તમામ રસ્તાની માહિતી મેં મંત્રીને મોકલી આપી છે. ત્રણ વર્ષના મંજૂર થયેલા રસ્તાના કામો થયેલ નથી ત્યારે વિકાસની ડંફાસ મારતી સરકાર ગુજરાતની જનતા અને વાહનચાલકોની પરેશાની દૂર કરવા રસ્તાઓ રીપેર કરવા માંગતી હોય તો કેટલા સમયમાં રીપેર કરવામાં આવશે તેનો પણ પ્રજાજોગ નિવેદન છે.
અંતમાં ધારાસભ્ય વિરજી ઠુંમરે જણાવ્યું કે, વિધાનસભા ટૂંકા સત્રમાં અનેક સવાલોના જવાબો આપવામાંથી સરકાર ભાગી છે ત્યારે ગુજરાતની જનતાને ગુજરાતના હિત માટે તાકીદે જવાબ આપે તેવી નમ્ર વિનંતી સાથે નવી સરકારને નિવેદન કરી રહ્યો છું.
Recent Comments